બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી તેઓ યજમાન રામ પ્રતાપ ઉર્ફે જુંગી ભાઈના ઘરે ગયા હતા ત્યાં બાબા માટે ફળાહારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાથી તેઓ વટવા ખાતે દેવકીનંદન મહારાજના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે. ચાર્ટર્ડ પ્લેનમાં બેસીને બાબા અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર બાબાના આગમનને લઈને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદથી સુરત જશે. સુરતમાં બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે. અહીં તેઓ ગોપિન ફાર્મ હાઉસમાં રોકાશે. સુરક્ષાની દ્રષ્ટિએ ગોપિન ફાર્મ ખુબ જ મજબૂત સ્થળ છે. ગોપિન ફાર્મ સુરતના જાણીતા બિલ્ડર લવજી બાદશાહનું ફાર્મ હાઉસ છે. ગોપિન ફાર્મમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે. કોઈ વ્યક્તિ તેમની નજીક ન જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.તો બીજી તરફ બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્નાત્રી કાર્યક્રમને પોલીસ પર એક્શન મોડમાં છે. નોંધનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.
આવતીકાલથી બે દિવસ સુરતના નીલગીરી ગ્રાઉન્ડમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે. બે દિવસ દરમિયાન બાબાના કાર્યક્રમમાં સુરત તથા આસપાસના જિલ્લા અને રાજ્યમાંથી અઢી લાખથી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતાઓ છે. તો 28 મેના ગાંધીનગરમાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાશે. ઝુંડાલમાં યોજાનારા બાબાના કાર્યક્રમમાં ગુજરાત ભરના સાધુ સંતો ઉપસ્થિત રહેશે.