ધોનીએ ગાંગુલીની કેપ્ટનશિપ હેઠળ ડેબ્યુ કર્યું હતું અને જોગાનું જોગ જોવાનું પણ એ છે કે, ગાંગુલીએ પણ વિશ્વ ક્રિકેટ કરીયરની પોતાની છેલ્લી મેચ ધોનીની કેપ્ટનશિપ હેઠળ રમી હતી. જો કે, ધોનીએ ગાંગુલીના સમ્માનમાં ટીમની કેપ્ટનશિપ કરવાનો આગ્રહ કર્યો હતો જેને ગાંગુલીએ સ્વીકાર કરી કેપ્ટનશિપ કરી હતી.
એમ જ કોઈ કરોડો દિલોની ધડકન માહી નથી બનતું. તેના માટે જરૂરત હોય છે વિશ્વાસની, એક ચાન્સની અને તેને અંજામ સુધી લઈ જવાની આ ચાન્સ બીજો કોઈને નહીં પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યો હતો. જે ચાન્સ આપનાર બીજું કોઈ નહીં પરંતુ સૌરવ ગાંગુલીએ આપ્યો હતો. જેને ધોનીને ભારતીય ક્રિકેટમાં સિક્કો જમાવાનું કહ્યું હતું.
અહીં વાત થઈ રહી છે 2004ની આ સમયે ધોનીનું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરાયું હતું. આ સમયે ધોની તેની પહેલી જ બોલમાં રન આઉટ થઈ ગયો હતો. જો કે એ પછી પણ બાકીની 3 મેચમાં કંઈ ખાસ નહોતો કરી શક્યો. તેનો સર્વશ્રેષ્ઠ સ્કારે હતો 12 રન ચાર ઈનિંગમાં સતત ફેલ થવાથી તેને ડર હતો કે, તેને ટીમમાંથી બહાર ના થવું પડે.
એ પછી પાકિસ્તાન સામેની મેચ હતી જેમાં ધોનીને કેપ્ટને વિશ્વાસ મુકી ફરી સામેલ કર્યો. વિશાખાપટનમમાં રમાએલી આ મેચમાં ધોની પર એટલો વિશ્વાસ મુકી દીધો કે, ધોનીને આ મેચમાં ત્રીજા નંબર પર રમવા માટે મોકલી દીધો. આ સમયે ધોનીએ ધુંઆધાર ઈનિંગ રમી 148 રનનો સ્કોર પોતાના એકલાના નામે ખડકી દીધો. જેથી ધોની વિકેટ કિપર તરીકે કાયમ થઈ ગયો જે કેપ્ટન ગાંગુલીના વિશ્વાસથી શક્ય બન્યું હતું.
આ મેચ વિશે ધોનીએ એવું કહ્યું હતું કે, એ મારા માટે કરો યા મરો જેવી સ્થિતિ હતી. કેમ કે, આ મારી 5મી મેચ હતી અને જો એમાં હું ના રમ્યો હોત તો કદાચ મારું સિલેક્શન આગામી સમયમાં શક્ય ન હતું. શતક માર્યા પછી કદાચ મારા માટે એ શક્ય હતું કે આગળની 10 મેચ માટે હું અન્ય મેચોમાં રમી શકું. આ મેચ માટે ભારત 58 રનથી જીત્યું હતું અને મેન ઓફ ધ મેચ ધોની બન્યો હતો.
ગાંગુલીના આ નિર્ણયથી બચ્યો ધોની
ધોનીને ત્રીજા ક્રમે મોકલવાનું ગાંગુલી માટે રીસ્ક હતું. પરંતુ તેની બેટીંગની આક્રમકતાને એક પ્લેટફોર્મ આપવા માટે ધોનીને આ નિર્ણય કરવાની જરૂર પડી હતી. આથી ધોનીનો આત્મવિશ્વાસ વધ્યો અને પાકિસ્તાન પણ ચોકી ઉઠ્યું. આ નિર્ણય જે ગાંગુલીએ લીધો હતો તે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો.
આ અનુભવ શેર કરતા કહ્યું કે, 2004ની વાત છે જ્યારે હું રૂમમાં બેસીને મેચ જોઈ રહ્યો હતો. ધોની એ સમયે પણ બેટીંગમાં 7મો ક્રમાંકે આવતો હતો પરંતુ ટૉસ જીત્યા પછી જ મે નક્કી કરી લીધું હતું કે, ધોનીને ત્રીજા ક્રમે મોકલીશ.
આત્મકથામાં ગાંગુલીએ ધોનીને લઈને કર્યો ખુલાસો
ગાંગુલીએ કહ્યું હતું કે, આત્મકથામાં લખ્યું છે કે, કદાચ 2003 વર્લ્ડ કપમાં મહેન્દ્રસિંહ ધોની ભારતીય ટીમનો હિસ્સો હોત. મને ખબર છે કે, ધોની એ સમયે રેલ્વેમાં કામ કરતો હતો એ અવિશ્વસનીય વાત છે.
હું એવો ખેલાડી શોધી રહ્યો હતો જે દબાવમાં પણ શાંત રહે અને પોતાના એકલાના દમ પર આખી મેચ જીતાડી દે. 2004માં મારી નજર ધોની પર જઈ જે આ આશા પર ખરો ઉતર્યો હતો. જેથી પહેલા દિવસથી ધોનીના પરફોર્મન્સથી હું પ્રભાવિત હતો.
ધોની માટે થયો હતો ઝઘડો
એક સમયે ધોનીની જેમ જ દીપ દાસગુપ્તા પણ વિકેટ કિપિંગ સારી રીતે કરતો હતો જેને લઈને એવું કહેવામાં આવતું હતુ કે, તે વિકેટ કિપિંગ કરે પરંતુ તે ધોનીની જેમ બેટીંગ કરવા અસક્ષમ હતો. તો પણ સિલેક્શન કમિટી સાથે આ વાતને લઈને કિરણ મોરેનો ઝઘડો થયો હતો કિરણ મોરેએ આ વાતને લઈને ખુલાસો પણ કર્યો હતો કે, ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં ધોનીની રાહ આસાન નહોતી. જો કે ગાંગુલીએ ધોની પર વિશ્વાસ મુકીને તેને ત્રીજા ક્રમે મુકતા તેને રમેલી આ શાનદાર ઈનિંગ તેની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી.