ધોની હવે ચેન્નાઈ સુપરકિંગ્સની કેપ્ટનશીપ નહીં કરે: સંજય બાંગર

0
9

ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરે મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ધોની આવતાં વર્ષે ચેન્નાઈ સુપરકિંગ્સની કેપ્ટનશીપ છોડીને ખેલાડી તરીકે આઈપીએલમાં રમી શકે છે. ધોનીની આગેવાનીમાં આ વર્ષે યુએઈમાં રમાયેલા આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું અને ટીમ પહેલી વખત પ્લેઓફમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ નિવડી હતી. ધોની આ સીઝનમાં સદંતર નિષ્ફળ નિવડ્યો હતો. સંજય બાંગરે સ્ટાર સ્પોર્ટસના એક શોમાં કહ્યું કે જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી 2011 બાદ ધોનીએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડવાનું વિચાર્યું હતું પરંતુ તે જાણતો હતો કે ત્યારપછી ટીમ માટે અમુક મુશ્કેલ મેચ આવવાના હતા અને ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસે જવાનું હતું.

આ સાથે જ એ સમયે કોઈ પણ ખેલાડી કેપ્ટન બનવા માટે તૈયાર નહોત. તેણે યોગ્ય સમયે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ વિરાટ કોહલીને સોંપી દીધી હતી અને ત્યારબાદ તે રમ્યો હતો. જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી મને નથી લાગતું કે ધોની આવતાં વર્ષે ટીમનો કેપ્ટન બનશે, તે એક ખેલાડી તરીકે રમશે અને કમાન ફેફ ડુપ્લેસીને સોંપી દેશે. બાંગરે આગળ કહ્યું કે અત્યારે ચેન્નાઈ પાસે કેપ્ટનશીપ માટે બીજો કોઈ વિકલ્પ નથી અને હરાજી અથવા ટ્રેડિંગમાં કોઈ પણ ટીમ એવા ખેલાડીને રિલિઝ નહીં કરે જેની અંદર ચેન્નાઈની કેપ્ટનશીપ કરવાની કાબેલિયત હોય. ધોનીએ આઈપીએલ-2020ના ચેન્નાઈ સુપરકિંગ્સના અંતિમ મેચમાં ટોસ દરમિયાન જ કહી દીધું હતું કે આ તેની અંતિમ સીઝન નથી અને તે આઈપીએલ-2021માં પણ યલો આર્મી તરફથી જ રમતો જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here