ધોનીનો ‘વિરાટ’ રેકોર્ડ તોડશે, ઇન્ડિઝ સામે પહેલી ટેસ્ટ જીતતા મળશે આ ખાસ સિદ્ઘિ

0
29

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી જો વધુ એક ટેસ્ટ મેચમાં જીત મેળવી લેશે તો ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા માટે સૌથી વધુ જીત મેળવનાર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી કરી દેશે.

જી હા, ટીમ ઇન્ડિયાનો કેપ્ટન તથા સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ઘ ગુરુવારથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝમાં આ સિદ્ઘિ મેળવી શકે છે.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ 46 મેચમાં 26 જીત મેળવી છે, જ્યારે ધોનીએ 60 મેચમાં 27 જીત મેળવી છે. વિરાટ કોહલી સૌથી પહેલા ટેસ્ટ ટીમમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બન્યો હતો. 2014માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસ પછી વિરાટ કોહલીને ટેસ્ટ ટીમ માટેની કેપ્ટન્સી આપવામાં આવી હતી.

વિરાટ કોહલીએ પોતાની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં જીત અપાવી હતી. સાઉથ આફ્રિકા તથા ઇંગ્લેન્ડમાં જોકે હાર મળી હતી. વિરાટ કોહલીએ આજ વર્ષમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રિલેયા ટેસ્ટમાં 3-1થી જીત અપાવી વર્ષનો દુષ્કાળ પૂરો કર્યો હતો.

ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટ મેચમાં સૌથી વધારે જીતનારા કેપ્ટનની યાદીમાં મહેન્દ્ર સિંહ ધોનીનો નામ સૌથી આગળ છે. ધોનીએ 60 મેચમાં 27 મેત જીતી હતી, જ્યારે હાલના કેપ્ટન વિરાટ કોહલી ધોની કરતા 14 ટેસ્ટ ઓછી રમ્યો છે. વિરાટે 46 મેચમાં ટીમ ઇન્ડિયાને 26 મેચમાં જીત અપાવી હતી. તો ત્રીજા સ્થાન પર સૌરવ ગાંગુલી છે, જેણે 49 ટેસ્ટમાંથી 21 મેચમાં જીત અપાઇ છે. ચોથા સ્થાન પર મોહમ્મદ અઝબરુદ્દીન છે, જેની કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાએ 47 મેચમાં 14 જીત મેળવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here