Friday, April 19, 2024
Homeપ્લેઓફમાંથી બહાર થતાં ધોનીનું દર્દ છલકાયું, ભાવુક થઈ સાક્ષીએ પણ કહી દીધી...
Array

પ્લેઓફમાંથી બહાર થતાં ધોનીનું દર્દ છલકાયું, ભાવુક થઈ સાક્ષીએ પણ કહી દીધી આ વાત

- Advertisement -

હાલમાં UAEમાં રમાઈ રહેલી IPL 2020 સિઝન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે અત્યાર સુધીની સૌથી ખરાબ સિઝન સાબિત થઈ છે. પ્રથમ સુરેશ રૈના અને હરભજન જેવાં દિગ્ગજ ખેલાડીઓએ રમવાનો ઈન્કાર કર્યો. અને બાદમાં માહીની આગેવાનીવાળી CSK આ સિઝનમાં સતત ખરાબ પર્ફોર્મન્સ આપતી રહી. જેના કારણે હવે નોબત એ આવી છે કે, IPLના પ્લેઓફમાંથી CSK બહાર ફેંકાઈ ગયું છે. જે બાદ ધોનીનું દર્દ પણ છલકાઈ આવ્યું છે, તો સાક્ષીએ પણ ભાવુક થઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.

 ટુર્નામેન્ટમાં અમારા અંતિમ દર્દનાક 12 કલાક બચ્યાઃ ધોની

ધોનીએ મેચ બાદ કહ્યું હતું કે, સારું પ્રદર્શન ન કરવા પર દુઃખ થાય છે. ટુર્નામેન્ટમાં અમારા અંતિમ દર્દનાક 12 કલાક બચ્યા છે. અમને તેની પૂરી મજા લેવાની છે. તેનાથી કોઈ ફરક પડતો નથી કે પોઈન્ટ ટેબલમાં અમે ક્યાં છીએ. જો તમે ક્રિકેટની મજા લઈ રહ્યા નથી તો તે ક્રૂર અને દર્દનાક થઈ શકે છે. હું મારા યુવા ખેલાડીઓના પ્રદર્શનથી ખુશ છું. આ પરફેક્ટ પ્રદર્શનમાંથી એક હતું. તમામે રણનીતિ પર અમલ કર્યો. અમે વિકેટ લીધી અને તેઓને ઓછા સ્કોર પર રોક્યા.

https://twitter.com/SaakshiSRawat/status/1320415149371473921?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1320415149371473921%7Ctwgr%5Eshare_3%2Ccontainerclick_0&ref_url=http%3A%2F%2Fsandesh.com%2Fdhonis-pain-overflowing-after-exit-from-the-playoffs-sakshi-also-shared-emotional-post%2F

તો ધોનીની પત્નીએ સાક્ષીએ પણ ટ્વીટ કરીને એક કવિતા લખી છે. જેમાં લખ્યું છે કે, આ ફક્ત એક ગેમ છે. કોઈ પણ હારવા નથી માગતું. પણ બધા જીતી શકતા નથી. અમુક જીતે છે અને અમુક હારે છે. અમુક થોડું ગુમાવી છે પણ તે ફક્ત એક ખેલ છે. જ્યાં એક દિલ જીતનો જશ્ન મનાવી રહ્યું છે, તો બીજું તૂટી રહ્યું છે. આટલાં વર્ષો વીતિ ગયા, અમે મોટી જીત પણ જોઈ અને હાર પણ. પોતાની ભાવનાઓને ખેલભાવના પર હાવી થવા દેજો નહીં. તમે ત્યારે પણ વિજેતા હતા, તમે આજે પણ વિજેતા છો. અસલી યોદ્ધા લડવા માટે જ જન્મે છે. તે અમારા દિમાગ અને દિલમાં હંમેશા સુપરકિંગ્સ બનીને રહેશે.

IPL 2020માં રાજસ્થાન રોયલ્સની મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતની સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઓફમાં જવાની સંભાવના પૂરી રીતે ખતમ થઈ ગઈ છે. CSKએ 12 મેચ રમી છે અને તેમાં 8માં હારનો સામનો કરવો પડ્યો છે. પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈના હાલ 8 અંક છે અને તેની 2 મેચ હજુ બાકી છે. જો તે બંને મેચ જીતી પણ જાય છે તો તેના પોઈન્ટ 12 જ રહેશે. રાજસ્થાનની ટીમ મુંબઈ સામે જો પોતાનો મુકાબલો હારી જાય છે. તે તેના પણ 8 જ અંક થતા, પણ તેવામાં ચેન્નાઈની પાસે પ્લેઓફ માટે અન્ય ટીમો પર નિર્ભરતા રહેતી, પણ તેવું થઈ શક્યું નહીં.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular