મોરબી : ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવીને સ્ટન્ટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

0
4

ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવીને સ્ટન્ટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મોરબીના એક યુવાને ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર વાહનો રોકીને સરા જાહેર બાઇક પર સ્ટંટ કર્યો હોવાનો વીડિયો વાયરલ થતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે. આ ગંભીર મામલે મોરબી એ ડિવિઝન પોલીસે સ્ટન્ટ કરનાર બાઈક ચાલકને શોધી કાર્યવાહી કરવા તપાસ શરૂ કરી છે.

તાજેતરમાં બે પ્રેમી પંખીડા ચાલુ બાઇકે પ્રેમલીલા કરતા હોય એવો જોખમી વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના પડઘા હજી શમ્યાં નથી ત્યાં મોરબીના શનાળા રોડ ઉપર એક ધૂમ સ્ટાઇલમાં બાઇક ચાલકે વાહન રોકીને સ્ટન્ય કર્યો હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

સ્ટંટથી રોડ ઉપર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા

આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આ વીડિયો એમએક્સ ટકાટક પ્લેટફોર્મ ઉપર વાયરલ કરાયો છે અને તે મોરબીના શનાળા રોડ ઉપરનો છે. જેમાં યુવાન પોતાનું ધૂમ બાઇક સ્ટાર્ટ કરીને જોખમી રીતે ગોળ ચક્કર લગાવે છે. આ દરમિયાન રિક્ષા અને એસટી બસ સહિતના વાહનો બ્રેક લગાવીને ઉભા રહી જાય છે. યુવાનના આ સ્ટંટથી રોડ ઉપર ક્ષણભર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયેલા જોવા મળે છે.

યુવાન બાઇક સ્ટાર્ટ કરીને જોખમી રીતે ગોળ ચક્કર લગાવે છે

યુવાન બાઇક સ્ટાર્ટ કરીને જોખમી રીતે ગોળ ચક્કર લગાવે છે

વીડિયો એમએક્સ ટકાટક નામની એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવ્યો

થોડી વાર બાદ આ યુવાન બાઇક લઈને જોખમી રીતે આડુ અવળું બાઇક ચલાવી ત્યાંથી ફૂલ સ્પીડે ચાલ્યો જાય છે. આ સ્ટન્ટનો વીડિયો ત્યાં રોડ ઉપરની જ કોઈ દુકાનના ઉપરના માળેથી બીજા વ્યક્તિ દ્વારા ઉતારવામાં આવ્યો છે. બાદમાં આ વીડિયો એમએક્સ ટકાટક નામની એપ્લિકેશનમાં અયાન મિયા નામની આઇડીમાંથી અપલોડ કરવામાં આવ્યો છે. હાલ તો આ યુવાન કોણ છે અને ક્યાં રહે છે તે કોઈ વિગતો જાહેર થઈ નથી, પણ એ વાત ચોક્કસ છે કે રાજકોટની જેમ જ આ ઘટનાને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે.

મોરબીમાં સરાજાહેર ધૂમ સ્ટાઇલ બાઈક હંકારી થયેલા સ્ટન્ટ મામલે એ ડિવિઝન પી.આઇ. બી.પી. સોનારાએ જણાવ્યું હતું કે, આ બાઈક ચાલક કોણ છે અને ક્યારે આ સ્ટન્ટ કર્યા હતા તે અંગે સાયબર સેલની મદદ લેવાની સાથે ડી-સ્ટાફ ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here