લલિતભાઈ વસોયાએ પોતાની પ્રતિક્રિયા કરી વ્યક્ત
કોગ્રેસમાંથી પક્ષ પલ્ટો કર્યા બાબતે આપી પ્રતિક્રિયા
સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો વાયરલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પક્ષો દ્વારા ઠેર-ઠેર પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે અનેક જગ્યાથી નારાજગીને લઇ પક્ષ પલટો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં રાજકોટ જીલ્લાના ધોરાજી નગરપાલિકાના સદસ્ય દિલીપ જાગાણી કોંગ્રેસ છોડી ભાજપ માં જોડાયા છે. જેને લઇ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલ વિધાનસભા બેઠકના ઉમેદવાર લલિત વસોયા દ્વારા જે લોકો પક્ષ પલટો કરી રહ્યા છે તે બાબતે તીખી પ્રતિક્રિયા આપી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. લલિત વસોયાએ વિધાનસભાની ચૂંટણી સમયે થતા રાજકીય દાવપેચ અંગેની વાત કરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. જે રીતે આગેવાનો અને કાર્યકર્તાઓ પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને પાર્ટીને છોડી રહ્યા છે અને પોતે કરેલા કામો અને પોતાના સમયમાં થયેલા કામ અંગે પ્રતિક્રિયા આપતા લલિત વસોયાએ જણાવ્યું હતું કે…
બાઈટ : લલિત વસોયા, ઉમેદવાર,કોંગ્રેસ, ધોરાજી
અલ્પેશ ત્રિવેદી ધોરાજી