Wednesday, September 29, 2021
Homeધ્રાંગધ્રા : ખેડૂતે ખારેકની ઓર્ગેનિક ખેતીથી વર્ષે 80 લાખની આવક મેળવી
Array

ધ્રાંગધ્રા : ખેડૂતે ખારેકની ઓર્ગેનિક ખેતીથી વર્ષે 80 લાખની આવક મેળવી

ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામનું ખેતીની આવક ક્ષેત્રે ભારતમાં પ્રથમ નંબરે આવે છે. ખેડૂતો અદ્યતન ખેતી કરી સારી આવક મેળવે છે. ત્યારે કોઢ ગામના ખેડૂતે 50 વીઘામાં ખારેકની ઓર્ગેનિક ખેતી કરી વર્ષે 80 લાખની આવક મેળવી રહ્યા છે. ઓર્ગેનીક ખારેકની માગ સાથે સારા ભાવ મળે છે.

50 વીઘાના જમીનમાં ખેતી કરી

ધ્રાંગધ્રાના મહેશભાઈ સોલંકી તેમજ કોંઢ ગામના લક્ષમણભાઈ દ્વારા ઇઝરાયેલી ખારેકનું વાવેતર કરેલું છે. લક્ષમણભાઈ પટેલે પોતાના 50 વીઘાના ખેતરમાં 1000 છોડનું વાવેતર કરેલું. જે એક છોડની કિંમત 2450 હતી. જેમાં એક છોડ દીઠ 1200 રૂપિયા સરકારની સબસીડી મળી હતી. ખારેકનું ઉત્પાદન સારૂ મળી રહ્યું છે. એક ઝાડ ઉપર લંગભગ ચાલીસ કિલો જેટલું ઉત્પાદન આવે છે. જેની અંદર ક્વોલિટી પણ સારી છે. જેના હિસાબે ભાવ પણ સારા મળી રહ્યા છે. ગત વર્ષે લક્ષમણભાઈએ રૂ.80 લાખ જેટલી આવક પણ મેળવી હતી. ખારેકનું વાવેતર પોતાના ફાર્મ હાઉસમાં કરી રહ્યા છે. જે બજારભાવ કરતા કિલો દીઠ 10થી 15 રૂપિયા વધુ આવે છે.

સજીવ ખેતીથી કરે છે ખેતી

હાલ આ ખેડૂતના ફાર્મ હાઉસ ઉપર લોકો ખારેક લેવા માટે તેમજ વેપારી પણ ખારેક લેવા આવે છે. અને સારી આવક મેળવી શકેછે. જ્યારે ગ્રાહક પણ અહીંયા આવીને સારી વસ્તુ લઈ જાય છે. કહે છે કે સજીવ ખેતી તરફ બીજા ખેડૂતો વળે અને ગાય આધારિત ખેતી કરી શકાય કારણ કે ગાયના ગોબર અને ગોમૂત્રમાં જે ગુણ છે. જેનાથી સારું ઉત્પાદન અને સારી વસ્તુ મળી શકે છે. બીજા ખેડૂતો પણ અન્ય ખેતી તરફ વળે તે માટે આ બંને ખેડૂતોને અપીલ કરી રહ્યાં છે અને કહે છે કે આપણા વડાપ્રધાનનું સ્વપ્ન છે કે ખેડૂતોની આવક ડબલ થાય તો બીજી કોઈ પદ્ધતિ ખેડૂતો ન કરે જે ખર્ચના ખાડામાં ઉતારે ઓર્ગેનિક ખેતીથી આપણી જમીન પણ સારી રહે છે. માટે આ પદ્ધતિ સારી છે જેમાં બહારથી કોઈ ખાતર કે બિયારણ લાવવું પડતું નથી માટે તે ખર્ચ બચે છે.

ઓર્ગેનિક ખેતી તરફ વળવા ખેડૂતોને અપીલ

હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. હાલ ફાર્મ હાઉસ પરથી વેપારીઓ પોતે પણ અહીંયા ખારેક લેવા આવે છે. જે છૂટક વેચાણ કરીને આવક મેળવી રહ્યા છે. સાથે ફાર્મ હાઉસમાં પણ મજૂર લોકો પણ સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરીને કામ કરી રહ્યા છે અને તે લોકો પણ આવક મેળવી રહ્યાં છે.

ખેતીની આવક ક્ષેત્રે કોંઢ દેશમાં પ્રથમ ક્રમે આવે છે

ધ્રાંગધ્રા કોંઢ ગામની જમીનમાં નર્મદાનું પાણી અને બોરના પાણી દ્વારા ખેડૂતો અદ્યતન ખેતી કરી લાખો રૂપિયાની આવક મેળવે છે. ત્યારે દેશમાં ખેતીની આવક ક્ષેત્રે દેશમાં કોંઢ ગામ પ્રથમ નંબરે આવે છે. ત્યારે અનેક ધનીક ખેડૂતો કોંઢ ગામમાં જોવા મળી રહ્યા અને અદ્યતન સાધનો દ્વારા ખેતી કામગીરી કરે છે.

ઓર્ગેનિક ખારેકની દેશ વિદેશ ભારે માંગ રહે છે

સામન્ય ખારેક કરતા ઓર્ગેનિક ખારેકનું દેશમાં અને વિદેશમાં દુબઈ, આરબ અમીરાત, ઈરાક, ઈઝરાયલ, ઈગ્લેંન્ડ, આફ્રિકા સહિતના દેશોમાં ભારે માગં રહે છે. અને ભાવ પણ સારા મળે છે. ત્યારે સારી ખારેકને યોગ્ય બોક્સમાં પેકિંગ કરી વિદેશમાં નિકાસ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments