દિયા ઔર બાતી હમ ફેમ દીપિકા સિંહની માતા દિલ્હીમાં કોરોના પોઝિટિવ, કેજરીવાલ પાસે મદદ માગી

0
40

દિયા ઔર બાતી હમ અને કવચ 2 જેવી સિરિયલ્સમાં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ દીપિકા સિંહ ગોયલની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. તે હાલ મુંબઈ છે અને દિલ્હીમાં તેની માતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચિંતિંત દીપિકાએ એક વીડિયો મેસેજ શેર કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસેથી મદદ માગી છે.

તેણે કેજરીવાલ અને વડાપ્રધાન મોદીને ટેગ કરીને વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, મારી માતા કોવિડ પોઝિટિવ છે. માતા અને પિતા દિલ્હીમાં છે. ટેસ્ટ લેડી હાર્ડિંગ હોસ્પિટલમાં થઇ ચુક્યો છે પણ તેમને રિપોર્ટ આપવામાં આવ્યો નથી. તેમણે મારા પિતાને ખાલી ફોટો પાડવાની મંજૂરી આપી હતી. તેણે આગળ લખ્યું કે, આશા છે કે સંબંધિત લોકો આ જોશે અને મારી માતાને થોડી રાહત મળશે. અમને તમારી મદદની જરૂર છે. દીપિકાએ દિલ્હી સ્થિત તેના ઘરનું એડ્રેસ અને પતિ રોહિત ગોયલનો મોબાઈલ નંબર પણ શેર કર્યો છે.

https://www.instagram.com/tv/CBVezWPA_c_/?utm_source=ig_embed

ચાર મિનિટના વીડિયોમાં દીપિકાએ તેની ચિંતા જતાવી કહ્યું કે, આ દિલ્હી સરકાર અને કેજરીવાલને વિનંતી છે. મારી 59 વર્ષીય માતાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 5 દિવસ પહેલાં તેમનો ટેસ્ટ થયો હતો પણ રિઝલ્ટ શુક્રવારે મળ્યું અને તે પણ હાર્ડ કોપીમાં મળ્યું નથી. મારા પિતાને એક ફોટો પાડી લેવા માટે કહેવામાં આવ્યું. તેમની પાસે વોટ્સએપ પણ નથી. રિપોર્ટ હાથમાં નથી એટલે અમે તેમને કોઈ હોસ્પિટલમાં એડમિટ પણ નથી કરી શકતા. હું મુંબઈ રહું છું અને મારો નાનો દીકરો છે એટલે મારું અહીંથી ટ્રાવેલ કરવું મુશ્કેલ છે. મારી બહેન ગઈકાલે ફ્લાઈટમાં તેમની પાસે પહોંચી પણ તેને પણ ખબર ન હતી કે રિપોર્ટ પોઝિટિવ આવશે.

તેણે આગળ વાતની ગંભીરતા સમજાવતા કહ્યું કે, મારા મમ્મી જ્યાં રહે છે તે જોઈન્ટ ફેમિલી છે. ત્યાં 45 લોકો એકસાથે રહે છે. મારા દાદીને પણ શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે અને પપ્પા પણ સસ્પેક્ટેડ છે. મારી બહેનને ખબર ન હતી એટલે તે તેમની સેવામાં હતી. માટે ઘણા બધા લોકોનો ટેસ્ટ થવો જરૂરી છે. તેણે માતાની હેલ્થની તકલીફ વિશે અને હોસ્પિટલમાં એડમિટ કરવા વિશેની ચિંતા પણ વ્યક્ત કરી છે.

તેણે કહ્યું કે, જોઈન્ટ ફેમિલીનું પણ પ્રેશર છે. બધા લોકો ડરી ગયા છે તો પ્લીઝ… પ્લીઝ અમને તમારી મદદની જરૂર છે. ખાસકરીને કેજરીવાલ જી અને દિલ્હી સરકાર મને તમારી મદદની જરૂર છે. હું મારા પતિનો નંબર આપી રહી છું, તમે પ્લીઝ કોઈપણ રીતે તેમનો સંપર્ક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here