દિયા મિર્ઝા- ફિલ્મમાં રોલ માટે તેણે ક્યારેય પર્સનલ રિલેશનનો ઉપયોગ નથી કર્યો, પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અલગ-અલગ જ રાખું છું

0
5

એક્ટ્રેસ દિયા મિર્ઝા છેલ્લા બે દશકથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. આ દરમ્યાન તેણે ઘણા લોકો સાથે કામ કર્યું છે ઘણા મિત્રો બનાવ્યા પણ તેનું કહેવું છે કે ફિલ્મમાં રોલ માટે તેણે ક્યારેય પર્સનલ રિલેશનનો ઉપયોગ નથી કર્યો. તેણે કહ્યું કે તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અલગ-અલગ જ રાખે છે. તેણે એવું પણ જણાવ્યું કે તે બોલિવૂડમાં ક્યારેય કોઈ કેમ્પનો હિસ્સો નથી રહી.

દિયાએ કહ્યું, મારી જર્ની દરમ્યાન મેં ઘણા લોકો સાથે મિત્રતા કરી છે, જેની સાથે મેં કામ કર્યું છે. મારી તે બધા સાથે લાંબા સમય સુધી ચાલનારી મિત્રતા છે, પણ મેં ક્યારેય કોઈ ફિલ્મમાં રોલ માટે તેમની પહોંચનો ઉપયોગ નથી કર્યો. હું જે કામ કરું છું તે અને મારી મિત્રતાને અલગ જ રાખું છું.

જેવું કામ હું ઈચ્છું છું એવું ન મળે તો હું ઘણી નિરાશ થતી હતી

દિયા નવા વર્ષને લઈને ઘણી ઉત્સુક છે. તેને નવા વર્ષથી ઘણી આશાઓ છે. દિયાને લાગે છે કે તેને હવે એવું કામ મળવા લાગ્યું છે, જેવું તે હંમેશાંથી કરવા ઇચ્છતી હતી. તેને લાગે છે કે આ વર્ષ તેના કરિયરનું 2.0 વર્ઝન છે. દિયાએ કહ્યું, જે પ્રકારના રોલ મને ઓફર થઇ રહ્યા છે અને ફિલ્મમેકર્સ મારી સાથે જોડાઈ રહ્યા છે, એ એક ઈન્ડિકેશન છે કે હું કંઈક બદલવામાં સફળ રહી છું.

જેવું કામ ઈચ્છે તેવું ન મળવા પર થતી નિરાશાને લઈને વાત કરતા દિયાએ કહ્યું, મારા મિત્રો જાણે છે કે મારી લાઈફમાં એક એવો ફેઝ પણ આવ્યો હતો. જ્યાં મને કામ મળી રહ્યું ન હતું અને જેવું કામ હું ઇચ્છતી હતી તેવું કામ ન મળતા હું ઘણી નિરાશ થઇ ગઈ હતી. અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉંમર ઘણી મેટર કરે છે, 32-33 થતા જ કામ પણ અલગ પ્રકારનું મળવા લાગે છે. હું ક્યારેય કોઈ કેમ્પનો હિસ્સો નથી રહી. મારા ઘણા સારા મિત્રો છે અને હું તેમની દોસ્તીનો ફાયદો તેમની પાસેથી સારી જાણકારી લેવા માટે કે કામ માગવા માટે નથી ઉઠાવતી.

દિયા ગયા વર્ષે ‘થપ્પડ’માં દેખાઈ હતી

ગયા વર્ષે દિયા અનુભવ સિન્હાની ફિલ્મ ‘થપ્પડ’માં દેખાઈ હતી. આ પહેલાં તે રાજકુમાર હિરાણીની ફિલ્મ ‘સંજુ’માં સંજય દત્તની પત્ની માન્યતાના રોલમાં હતી. દિયાએ 2019માં ZEE5 પર રિલીઝ થયેલી ‘કાફીર’થી ડિજિટલ ડેબ્યુ કર્યું હતું. તેણે ‘દમ’, ‘પરિણીતા’, ‘દસ’ અને ‘હનીમૂન ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દિયાએ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રહના હૈ તેરે દિલ મેં’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં દિયા સાથે આર માધવન લીડ રોલમાં હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here