Wednesday, October 20, 2021
Homeગુજરાતડાયમંડ એક્સપોર્ટ કાંડ : ડીઆરઆઇ-કસ્ટમે ડાયમંડ ખરાં છે કે સિન્થેટિક તેની તપાસ...

ડાયમંડ એક્સપોર્ટ કાંડ : ડીઆરઆઇ-કસ્ટમે ડાયમંડ ખરાં છે કે સિન્થેટિક તેની તપાસ કરી

 

ચાર મહિના પહેલાં સચીન એસઇઝેડમાંથી ઝડપાયેલાં સિન્થેટિક ડાયમંડની સાથે ઓરિજિનલ ડાયમંડ એક્સપોર્ટ કરવાના કાંડમાં મોટો વળાંક આવ્યો છે. ડીઆરઆઇ-કસ્ટમે આ ડાયમંડ ખરાં છે કે સિન્થેટિક છે તેની તપાસ કરી હતી જેના લેબ રિપોર્ટમાં લગભગ તમામ ડાયમંડ ઓરિજિનલ હોવાનો ખુુલાસો થયો છે. જુજ ડાયમંડ જ સિન્થેટિક છે.

અંદાજે 600 કરોડથી વધુના આ કાંડનો મુખ્ય આરોપી મીત કાછડિયા હજી ફરાર છે. સેશન્સ કોર્ટમાં તેની આગોતરા જામીન પણ નામંજૂર થયા હતા. તપાસ અધિકારીઓ હવે આ ડાયમંડ કોના હતા તેની તપાસમાં કરી રહી છે.

ફેબ્રુઆરીમાં કંપની શરૂ થઈ, મેમાં તપાસ
23 વર્ષીય મીત કાછડિયાએ યુનિવર્સલ ડાયમંડ કંપનીની શરૂઆત ફેબ્રુઆરીમાં જ કરી હતી અને સપ્ટેમ્બર મહિનામાં અધિકારીઓને બાતમી મળી હતી કે સિન્થેટિક ડાયમંડની આડમાં નેચરલ ડાયમંડ વિદેશ મોકલવામાં આવે છે. વોચ ગોઠવીને અધિકારીઓએ 30 મેના રોજ દરોડા પાડ્યા હતા અને 60 કરોડના બે કન્સાઇન્મેન્ટ ઝડપી પાડ્યા હતા. શરૂઆતી તપાસ મુજબ આ ડાયમંડમાં નેચરલની સાથે સિન્થેટિક ભેળવી દેવાયા હતા. તપાસ દરમિયાન ખબર પડી હતી કે અગાઉ આવા 25થી વધુ કન્સાઇન્મેન્ટ વિદેશ મોકલી આપવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments