Wednesday, September 29, 2021
Homeસૂરત : હીરા ઉદ્યોગ : કેટલાય સમયથી પગાર વધારો ન થતાં મજૂરો...
Array

સૂરત : હીરા ઉદ્યોગ : કેટલાય સમયથી પગાર વધારો ન થતાં મજૂરો નોકરી છોડી વતન તરફ રવાના થયાં

ગુજરાતની આર્થિક રાજધાની કહેવાતા સૂરત જિલ્લામાં હીરાનો બિઝનેસમાં હાલ મજૂરોની ભારે કમી વર્તાઈ રહી છે. કારણ કે હીરાના બિઝનેસમાં મજૂરોના વેતન વધારાનો મુદ્દો ભારે ટલ્લે ચડ્યો છે. આ જ કારણ છે કે, આ ધંધામાં શામેલ લોકો હવે અહીંથી નોકરીઓ છોડી રહ્યા છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી મજૂરોના પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

હકીકતમાં જોઈએ તો, દુનિયાભરમાં જેમ જેમ કોરોનાના કેસો વધતા જાય છે. તેમ તેમ હીરાનો બિઝનેસ પણ વધતો જાય છે. ડાયમંડ વર્કર્સ યુનિયનનું કહેવુ છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં પોલિશ કરવામાં આવેલા હીરાની માગ વધી રહી છે. જેનાથી પોલિશ કરેલા હીરા અને આભૂષણોની નિકાસ વધી છે. પણ સુરતના હીરા મજૂરોને તેનો કોઈ ફાયદો થયો નથી. કારણ કે હીરાનો બિઝનેસ વધવા છતાં પણ મજૂરોના પગાર વધ્યા નથી. યુનિયને આરોપ લગાવ્યો છે કે, લોકડાઉન દરમિયાન મજૂરોને કોઈ વેતન આપ્યા નહીં. જેનાથી ઉદ્યોગોમાંથી 20 ટકા કારીગરો ઓછા થઈ ગયા. લોકડાઉનમાં પગાર ન મળતા કેટલાય મજૂરો ઘર તરફ વળી નિકળ્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments