અમદાવાદ : રાત્રે 12 વાગ્યા સુધી ફૂડ કોર્ટ ચાલુ રાખનારા અમદાવાદના મેયર બિજલ પટેલના દિયરની ધરપકડ

0
23

પાલડી ગામ પટેલ વાસમાં રહેતા મેયર બિજલ પટેલના કૌટુંબિક દિયરે ઘર આગળ બનાવેલું ફૂડ કોર્ટ કર્ફ્યૂમાં રાતે 12 વાગ્યા સુધી ચાલુ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો. પાલડી પોલીસે મેયરના દિયર પ્રતીક પટેલ વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. ગુનો જામીન પાત્ર હોવાથી પોલીસે પ્રતીકને જામીન ઉપર મુકત કર્યો હતો.

પાલડી ગામ પટેલ વાસ ચોરા પાસે રહેતા પ્રતીક પટેલે ઘર આગળ ‘8 ધ પીઝા શોપ’ નામનું ફૂડ કોર્ટ બનાવ્યું હતું. રાતે 9 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ હોવા છતાં પ્રતીકનું ફૂડ કોર્ટ મોડી રાત સુધી ચાલું રહેતું હતું. આ અંગે સોશિયલ મીડિયામાં ફોટા-વીડિયો વહેતા થયા હતા, જેમાં એવી પણ ટિપ્પણી કરવામાં આવી હતી કે પ્રતીક પટેલ મેયર બિજલ પટેલના નજીકના સગા છે, જેથી કર્ફ્યૂમાં પણ તેમનું ફૂડ કોર્ટ બેરોકટક ચાલી રહ્યું છે. વીડિયો-ફોટાના આધારે પોલીસ પ્રતીકના ઘરે પહોંચી હતી. પાલડી પીઆઈ એ.જે.પાંડવે પ્રતીકની પૂછપરછમાં તે મેયર બિજલ પટેલનો કૌટુંબિક દિયર થતો હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here