Saturday, July 20, 2024
HomeNATIONALNATIONAL : શું ખરેખર HIVથી પીડિત 828 વિદ્યાર્થીઓના મોત થયાં? સરકારે જાહેર...

NATIONAL : શું ખરેખર HIVથી પીડિત 828 વિદ્યાર્થીઓના મોત થયાં? સરકારે જાહેર કરી સચ્ચાઈ

- Advertisement -

થોડા દિવસ પહેલા એક સમાચાર સામે આવ્યા હતા કે, ત્રિપુરામાં એચઆઈવીના કારણે 47 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને 28 વિદ્યાર્થીઓ એચઆઈવી પોઝોટિવ મળી આવ્યા છે. ત્યારે હવે આ મામલે ત્રિપુરા સરકારે પોતાની પ્રતિક્રિયા આપી છે. રાજ્ય સરકારે તે રિપોર્ટને ખોટો ગણાવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યમાં 828 વિદ્યાર્થીઓ એચઆઈવીથી સંક્રમિત છે.

હાલમાં જ ત્રિપુરામાં એચઆઈવીથી 47 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને 828 વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. ત્યારે આ મામલે ત્રિપુરા સરકારે બુધવારે સ્પષ્ટીકરણ જારી કર્યું છે. રાજ્ય સરકારે તે રિપોર્ટનો ખોટો ગણાવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં 828 વિદ્યાર્થીઓ એચઆઈવી સંક્રમિત હતા.

રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા ત્રિપુરાની સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે, ત્રિપુરામાં 828 વિદ્યાર્થીઓ એચઆઈવી પોઝિટિવ છે અને તેમાંથી 47 વિદ્યાર્થીઓના મોત થયા છે. આ રિપોર્ટ ખોટો છે કેમ કે, કુલ આંકડા એપ્રિલ 2007થી મે 2024 સુધીના છે.

,ત્રિપુરા રાજ્ય એડ્સ નિયંત્રણ સોસાયટીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રિપુરામાં એચઆઈવીથી 47 વિદ્યાર્થીઓના મોત થયા છે તેમજ 828 વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા છે. જેના પછી રાજ્ય સરકારની પ્રતિક્રિયા સામે આવી હતી.

ટીએસએસીએસના એક વરિષ્ઠ અધિકારીએ આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, 828માંથી 572 વિદ્યાર્થીઓ હજી પણ જીવે છે અને 47 લોકોના મોત થયા છે. તેમજ ઘણા વિદ્યાર્થીઓ સારવાર માટે વિદેશ પણ જતા રહ્યા છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular