અંકિતા હત્યા કેસને લઈને ઉત્તરાખંડમાં વહીવટીતંત્રમાં હલચલ મચી ગઈ છે. અંકિતાની હત્યાને લઈને પરિવારે પ્રશાસન પર આ મોટા સવાલો ઉઠાવ્યા છે. આ દરમિયાન હોસ્પિટલમાં દાખલ અંકિતા ભંડારીની માતાનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. આજે અંકિતાની માતાને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસ સમગ્ર પરિવારને તેમના ગામ લઈ ગઈ છે. હોસ્પિટલમાંથી ઘરે જતા પહેલા અંકિતાની માતાએ કહ્યું કે,મને ગામથી લઈ આવ્યા પરંતુ મારી પુત્રીનો ચહેરો ન બતાવ્યો. આટલી શું જલ્દી હતી? આ સમગ્ર ઘટના મારાથી છુપાવવામાં આવી હતી અને હું મારી દિકરીને છેલ્લી વખત જોઇ પણ ન શકી.
આ મુદ્દે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે, દોષિતોને બક્ષવામાં આવશે નહીં અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી થશે. આ કેસમાં પુરાવાને નષ્ટ કરી નાખવાની વાત ખોટી છે. અંકિતાના સ્કૂલ ફ્રેન્ડ વિવેક નેગીએ જણાવ્યુ હતુ કે, અંકિતા તેના ભવિષ્ય અને તેની કારકિર્દી વિશે ખૂબ જ ઉત્સાહિત છે. તે પોતાના પરિવારને સપોર્ટ આપવામાં જ ધ્યાન આપતી હતી” અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે સેંકડોની સંખ્યામાં લોકો આવ્યા હતા. જેમાં એક મહિલાએ કહ્યું કે, તેઓએ એક મહિલાની હત્યા કરી જે સારી રીતે જીવવા માંગતી હતી, અંતિમ સંસ્કારમાં એકઠા થયેલા ઘણા લોકોએ પોલીસ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલીક મહિલાઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી હત્યારાઓને ફાંસી નહીં અપાય ત્યાં સુધી. તેઓ ત્યાં જ રહેશે.
અંકિતાની હત્યાનો આરોપી પુલકિત આર્ય છે, જે પૂર્વ બીજેપી નેતા અને પૂર્વ મંત્રી વિનોદ આર્યનો પુત્ર છે. તે રિસોર્ટના માલિક છે. પોલીસ આર્ય, રિસોર્ટ મેનેજર સૌરભ ભાસ્કર અને એક કર્મચારી અંકિત ગુપ્તા પર અંકિતાની હત્યાનો આરોપ છે. ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ ત્રણેય આરોપીઓના રિમાન્ડની માંગણી કરશે. આ સાથે અંકિતા ભંડારીના પોસ્ટમોર્ટમનો વિગતવાર રિપોર્ટ પણ આજે આવી શકે છે. ગઈકાલે પ્રાથમિક રિપોર્ટમાં અંકિતાના શરીર પર ઈજાના નિશાન હોવાનું બહાર આવ્યું હતું. આ દરમિયાન શ્રીનગરમાં અંકિતાની માતાની તબિયત લથડી હતી. આજે પૌડીના SDM પણ અંકિતાના ગામની મુલાકાત લેશે. પીડિત પરિવારને આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી શકે છે.