નિધન : પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું 67 વર્ષની ઉંમરે AIIMS હોસ્પિટલમાં નિધન

0
12

નવી દિલ્હી: પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું આજે સવારે AIIMS હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. આજે સવારે 12.07 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. જોકે તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લાં 15 દિવસથી તેમની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

અરુણ જેટલીને 9 ઓગસ્ટના રોજ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઈમ્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, 24 ઓગસ્ટે 12 વાગેને 7 મિનિટે અરુણ જેટલીએ અંતિમ શ્વાસ લીધા હતા અને હવે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા

આજે જ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધન એઈમ્સ હોસ્પિટલ અરુણ જેટલીને મળવા પહોંચ્યા હતા. અરુણ જેટલીના નિધનની વાત જાણ્યા પછી ગૃહમંત્રી અમિત શાહે પણ તેમનો હૈદરાબાદનો કાર્યક્રમ ટૂંકાવીને દિલ્હી પરત આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here