પાકિસ્તાનમાં ડીઝલ પેટ્રોલ ખૂટી પડ્યા : અનેક શહેરોમાં પેટ્રોલ પંપ બંધ કરી દેવાયા

0
9

કંપનીઓએ સ્ટોક ઘટાડી નાખતા પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ

પાકિસ્તાનમાં ડીઝલ પછી હવે પેટ્રોલની ભારે અછત સર્જાઈ છે. આ દેશના અનેક શહેરોમાં પેટ્રોલ પંપ બંધ કરી દેવા પડ્યા હોવાનું જાણવા મળે છે. તેલના આંતરરાષ્ટ્રીય ભાવો ઘટવા લાગતા કંપનીઓએ સ્ટોક ઘટાડી નાખ્યો છે, જેના ફળ સ્વરૂપે પેટ્રોલ-ડીઝલની પાકિસ્તાનમાં અછત સર્જાઈ છે.

એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં ડીઝલની અછત બાદ પેટ્રોલમાં પણ ધરખમ ઘટાડો થયો છે, જેના કારણે ઘણા શહેરોમાં પેટ્રોલ પમ્પ બંધ થઈ ગયા છે.

રીપોર્ટ મુજબ, ઓઇલ કંપનીઓ અને રિફાઇનરીઓને અછત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. તેમાં જણાવાયું છે કે તેલના ઘટતા ભાવોને કારણે આ કંપનીઓએ તેમના સ્ટોકને ઘટાડ્યા હતા. જેના આ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. આ સાથે, કોરોના સંકટને કારણે છેલ્લા એક મહિનાથી આયાત પરના પ્રતિબંધથી પેટ્રોલિયમ પ્રોડક્ટ સપ્લાય પર અસર જોવા મળી. એટલું જ નહીં, સરહદ સીલ કરવામાં આવતાં ઈરાનથી ડીઝલ સપ્લાય પણ બંધ થઇ ગયું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં ડીઝલ-પેટ્રોલની અછત પાછળનું સૌથી મોટું કારણ ઓઇલ રિફાઈનરીઓનું વલણ છે જે નુકસાનને કારણે ઉત્પાદન મર્યાદિત કરી દીધું.

પેટ્રોલિયમ વિભાગે કટોકટી અને લોકોમાં વધી રહેલી ચિંતા અંગે સ્પષ્ટતા આપવા આગળ આવવું પડ્યું હતું. તેમને કહ્યું, ચિંતા કરવાની જરૂર નથી, દેશમાં અગિયાર દિવસ સુધીનો તેલનો સ્ટોક ઉપલબ્ધ છે’ ઓઇલ કંપનીઓને સપ્લાય વધારવાનું કહેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here