મોંઘવારી : પાંચ સપ્તાહમાં ડીઝલના ભાવ 24 અને પેટ્રોલના ભાવ 21 વખત વધ્યા

0
0

સમગ્ર દેશમાં કોરોના નામની મહામારી ચાલી રહી છે.દેશ આખો કોરોના વાયરસ સામે લડી રહ્યો છે.ત્યારે મોઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે વધુ એક ઝટકો છે.પાંચ સપ્તાહમાં ડીઝલના ભાવ 24 અને પેટ્રોલના 21 વખત ભાવ વધ્યા છે.ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના બજેટ પણ ખોરવાઈ  ગયા છે.ત્યારે રવિવારે ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે ખિસ્સા પર ભારણ વધશે, ઉલ્લેખનીય છે કે કોરોના, લોકડાઉન વચ્ચે મોંઘવારીમાં સતત પણે વધારો થયો છે. ત્યારે મોંઘવારીનાં કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે, ઉલ્લેખનીય છે કે ડિઝલનાં ભાવ વધતા ટ્રાન્સપોટેશનનાં ભાડામાં પણ ફરક પડશે તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે.

દિલ્હીમાં ડીઝલના ભાવમાં 16 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જે સાથે જ અત્યાર સુધીમાં જે પણ વધારો થયો તે સાથે ડીઝલના ભાવ હવે 81 રૂપિયા પર પહોંચી ગયા છે. રવિવારે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 16 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જેને પગલે દિલ્હીમાં ડીઝલનો રીટેલ ભાવ 81 રૂપિયાએ પહોંચી ગયો છે, જે રાજધાનીમાં ડીઝલનો અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા બે સપ્તાહથી પેટ્રોલના ભાવમાં કોઇ જ વધારો નથી કરવામાં આવ્યો પણ ડીઝલના ભાવ વધી રહ્યા છે જેને પગલે ટ્રાન્સપોર્ટ સહિતના વ્યવસાયમાં ઉપયોગી ડીઝલને લઇને આમ આદમીમાં નારાજગી પણ જોવા મળી રહી છે.

દિલ્હીના ભાવ હાલ 81 રૂપિયા છે, જ્યારે અન્ય રાજ્યોમાં ડીઝલની કિમત વેટના આધારે નક્કી કરવામાં આવી રહી છે. છેલ્લા ડીઝલના ભાવમાં સાતમી જુલાઇએ ફેરફાર કરવામાં આવ્યા હતા, જ્યારે પેટ્રોલના ભાવમાં 29મી જુને આ ફેરફારો થયા હતા.છેલ્લા પાંચ સપ્તાહમાં જ ડીઝલના ભાવમાં 24 વખત વધારો કરવામાં આવ્યો છે જ્યારે આ જ સમયગાળા દરમિયાન પેટ્રોલના ભાવમાં 21 વખત વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવ પર નજર કરીએ તો મુંબઇમાં તેની કિમત છેલ્લે 29મી જુને 87.19 રૂપિયા હતી જેમાં હજુસુધી કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here