હળવદ : પોલીસ કર્મીની કરતૂત , પોલીસ સ્ટેશન માં કબ્જે કરાયેલ વાહનોમાંથી કરતો હતો ડીઝલ ની ચોરી, ફોટા વાયરલ

0
0
પોલીસમેનની ડીઝલ ચોરી કરવાની કરતૂત સોશ્યલ મીડિયા ટોક ઓફ ટાઉન બની : વિવિધ ગુનામાં કબ્જે લેવાયેલા વાહનોમાંથી ડીઝલ કાઢી લેવાના એક પોલીસ કર્મીના કારસ્તાનથી પોલીસ બેડાની પ્રતિષ્ઠા ખરડાઈ
હળવદ : હળવદના એક પોલીસ કર્મીની કરતૂત સોશ્યલ મીડિયામાં ટોક ઓફ ટાઉન બની ગઈ છે.જેમાં હળવદના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહાશય કોન્સ્ટેબલે વિવિધ ગુનામાં કબ્જે લેવાયેલા અને હળવદ પોલીસ સ્ટેશનમાં રાખેલા વાહનોમાંથી ડીઝલ કાઢતો હોવાના ફોટા વાયરલ થયા છે. વિવિધ ગુનામાં કબ્જે લેવાયેલા વાહનોમાંથી ડીઝલ કાઢી લઈને ક્યાં ઉપયોગમાં લે છે ? અને તેના ગોરખ ધંધાની હજુ સુધી કેમ કોઈને ગંધ આવી નહિ ? શુ જાણી જોઈને આંખ મીચામણા કરવામાં આવે છે? કે પછી આ ઘટના બાદ ઉચ્ચ અધિકારી તેમની સામે ખાતાકીય પગલાં ભરશે ? તેવી હળવદ પંથકમાં ચર્ચાઓ ચાલી રહી છે. એકંદરે આ પોલીસ કર્મી ડીઝલ ચોરી કરવાના કારસ્તાનથી પોલીસ બેડાની પ્રતિષ્ઠા ખરડાઈ છે.
હળવદના સોશિયલ મિડિયામાં વાયરલ થયેલ ફોટા બાબતે લોકોમાં શરૂ થયેલ ચર્ચા મુજબ આ મહાશય છેલ્લા કેટલાય સમયથી ચાલતા જુગાર તેમજ દારૂની બદીઓને નાથવાને બદલે હપ્તા સેટિંગ કરી તગડી રકમ પડાવતા હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ છે, તો સાથે ક્રિષ્ના પાર્ક સોસાયટી પાસે આવેલ દેશી દારૂના હાટડામાં અઠવાડિયે બે- ત્રણ રાઉન્ડ મારી હપ્તા ઉઘરાવતા હોવાનું પણ નગરજનો સામે આવ્યું છે. એટલું જ નહીં દેશી દારૂના હાટડા કયારે ચાલુ રાખવા અને કયારે બંધ રાખવા તે આ મહાશય ભટભટીયા દ્વારા દોડી જઈ અને દેશી દારૂના ધંધાર્થીઓને જણાવતો હોવાનો પણ લોકો સમક્ષ બહાર આવવા પામ્યું છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here