Monday, January 24, 2022
Homeડાયટ પ્લાન : કોહલીએ કહ્યું- તે ઇંડાં ખાય છે; સોશિયલ મીડિયા પર...
Array

ડાયટ પ્લાન : કોહલીએ કહ્યું- તે ઇંડાં ખાય છે; સોશિયલ મીડિયા પર લોકો ભડક્યા

તાજેતરમાં જ વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર AMA (આસ્ક મી એનિથિંગ) સેશન રાખ્યું હતું, જેમાં તેણે પોતાના ડાયટ પ્લાન સહિત ઘણા મુદ્દા પર વાત કરી હતી. ફેન સાથેની વાતચીત દરમિયાન તેણે પોતાનો ડાયટ પ્લાન પણ શેર કર્યો હતો, જેમાં પોતે ઇંડાં પણ ખાઈ રહ્યો હોવાની વાત કહી હતી. બસ પછી શું આ વાતને લઈને સોશિયલ મીડિયા પર ભારે બબાલ થઈ ગઈ હતી. લોકો તૂટી પડ્યા કે ઇંડાં ખાઈને વિરાટ કોહલી પોતાને શાકાહારી કઈ રીતે ગણાવે છે.

વિરાટ કોહલીએ શનિવારના રોજ સોશિયલ મીડિયા પર સવાલ-જવાબનું સેશન રાખ્યું હતું, જેમાં એક ચાહકે તેના ડાયટ પ્લાન વિશે પૂછ્યું હતું. આના જવાબમાં કોહલીએ જણાવ્યું હતું કે હું વિવિધ પ્રકારની શાકભાજી મોટી માત્રામાં ખાઉં છું, સાથે દરરોજ હું ઇંડાં, કોફી, દાળ, કિનુ (હાઇબ્રિડ ફળ) અને પાલક પણ લઉં છું. બદામ અને પ્રોટીનબારનું સેવન પણ હું કરતો રહું છું. વિરાટ કોહલીએ પોતાના ચીટ ફૂડ અંગે જણાવતાં કહ્યું હતું કે તે ક્યારેક ક્યારેક ઢોંસા અને ચાઇનીઝ ફૂડ પણ ખાય છે.

 

નોંધનીય છે કે એ વાત વિરાટ કોહલીએ ખુદ જણાવી હતી કે તે 2018માં શુદ્ધ શાકાહારી બની ગયો હતો. મીટ ખાધા બાદ તેને ઘણી મુશ્કેલી સર્જાઈ હતી, જે એક ટેબ્લેટથી સારી થઈ શકે તેમ ન હતી, આથી તેણે નક્કી કર્યું હતું કે હવે તે ક્યારેય મીટ નહીં ખાય અને શાકાહાર આહાર જ લેશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular