ભેદ ઉકેલાયો : એક્ટિવા પર આવી મોબાઈલ ફોનની લૂંટ કરનારા બે લૂંટારૂઓને પોલીસે ઝડપ્યા

0
6

ગાંધીનગરનાં અડાલજ બસ સ્ટેન્ડ પાસેની ફૂટપાથ પર બેઠેલા યુવાનના હાથમાંથી બે મોબાઇલ ફોનની લૂંટ કરીને નાસી ગયેલા એક્ટિવા સવાર બે લુટારુને અડાલજ પોલીસે પૂર્વ બાતમીના આધારે ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. જેમની પૂછપરછમાં બન્નેએ સાત જેટલા ગુના આચાર્યા હોવાની પણ કબૂલાત કરી હતી.

ગાંધીનગર શાહપુર મુકામે રહેતો હરિરામ ગુર્જર તેમજ તેનો ભાઈ રામલખન અડાલજ પીકઅપ સ્ટેન્ડ પર આવેલી માલધારી-ટી સ્ટોલ ઉપર નોકરી કરે છે. ગઈકાલે શનિવારના રોજ રાત્રિના સમયે હોટલનું કામકાજ પૂર્ણ કરીને બન્ને ભાઈઓ સુવાની તૈયારી કરી રહ્યા હતા તે વખતે હરિરામ ફૂટપાથ પર બેઠો બેઠો મોબાઇલ ફોન જોતો હતો તે વખતે તેના ભાઇ રામ લખનનો પણ મોબાઈલ તેના હાથમાં હતો. આ દરમિયાન સફેદ કલરના એક્ટીવા પર બે અજાણ્યા યુવકો અચાનક તેની પાસે આવી ચડ્યા પહોંચ્યા હતા અને પલકવારમાં એક્ટિવાની પાછળ બેઠેલા યુવકે હરિરામના હાથમાંથી બંને મોબાઈલ ઝુંટવી લીધા હતા અને બીજા યુવાને એક્ટિવા પૂરપાટ ઝડપે ભગાડી મૂક્યું હતું.

અચાનક બનેલી ઘટનાથી હરીરામે બૂમાબૂમ કરી મુકતા તેનો ભાઈ રામલખન દોડી આવ્યો હતો, પરંતુ એક્ટિવા પર આવેલા બન્ને લુટારુ યુવાનો અડાલજ તરફ ભાગી ગયા હતા. આ અંગે હરીરામે અજાણ્યા લુટારુ યુવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેનાં પગલે અડાલજ પોલીસના ઇન્સ્પેકટર જે. એચ. સિંધવના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોએ પૂર્વ બાતમીના આધારે બે યુવાનોને શંકાસ્પદ હાલતમાં અડાલજ વિસ્તારમાંથી ઝડપી લીધા હતા.

જેમની પૂછપરછ કરતાં તેઓએ પોતાના નામ ધ્રુવ સુભાષભાઈ કંસારા (રહે. એ /306, આદિત્ય રેસીડેન્સી વિઠ્ઠલ પ્લાઝા કોમ્પલેક્ષની પાછળ નવા નરોડા અમદાવાદ) તેમજ મનોજ બળદેવજી ઉર્ફે કાલાભાઈ ઓડ (રહે. ઇન્દિરા નગર, એનાસન ગામ દસ્કોઈ અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની અંગ ઝડતી કરતા પોલીસને નવ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જેથી બન્નેની વૈજ્ઞાનિક ઢબે પૂછતાંછ કરવામાં આવતા ઉપરોક્ત ગુના સિવાય અડાલજ ત્રી-મંદિર, કલોલ તેમજ ભાટ વિસ્તારમાંથી મોબાઇલ ચોર્યાની તેમજ એક્ટિવા ચાર દિવસ અગાઉ આણંદમાંથી ચોરી કર્યાની કબૂલાત કબૂલાત કરી હતી.

આ અંગે ઈન્સ્પેક્ટર સિંધવે જણાવ્યું હતું કે, બન્ને યુવાનો રાત્રીના સમયે હોટલ, ધાબાં તેમજ ચાની કીટલી પાસે આરામ કરતા માણસોને પાણી આપવાના બહાને ધ્યાન ભટકાવીને મોબાઇલ ચોરી લેતા હતા. તેમજ રાત્રે સૂઈ રહેલા શ્રમજીવીઓના પણ મોબાઇલ ચોરીને કરીને નાસી જતાં હતાં. આ ચોરેલા મોબાઇલ ફોન અડાલજ વિસ્તારમાં વેચવા જતી વખતે જ બંનેને ઝડપી લઈ કુલ 91 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here