ભેદ ઉકેલાયો : ખેડા જિલ્લામાં આશ્રમનું સરનામું પુછવાના બહાને લૂંટ કરતી ગેંગ ઝડપાઇ

0
0

ખેડા જિલ્લામાં નાગા બાવાનું રૂપ ધારણ કરીને એકલ દોકલ જતી વ્યક્તિઓને રસ્તામાં રોટી આશ્રમનું સરનામું પૂછવાના બહાને ધ્યાન ભટકાવી સોનાના દાગીના તેમજ રોકડ રકમ સેરવી લઈ ફરાર થઈ જતી ગેંગ સક્રિય થઈ છે. જે ગેંગના બે સાગરિતોને ગતરોજ ગાંધીનગર એલસીબી પોલીસે ઝડપી લેતાં મહેમદાવાદમાં આ રીતનો ગુનો આચર્યો હોવાનું પર્દાફાશ થયો છે. જેથી મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

મહેમદાવાદ શહેરના ખાત્રજ રોડ પરના રાધેકિશન પાર્ક ખાતે રહેતા કિરણભાઈ હીંગુ સાથે વર્ષ પહેલાં આ રીતે છેતરપિંડીનો બનાવ બન્યો છે. તેઓ પોતે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત તા. 25-05-2020ના રોજ સવારના સુમારે કિરણભાઈ પોતાના ઘરેથી નજીક આવેલ કન્સ્ટ્રક્શનની ઓફીસે ચાલતાં જઈ રહ્યા હતા. ત્યારે ખાત્રજ ચોકડી તરફથી આવતી એક સફેદ કલરની વેગેનાર ગાડી તેમના નજીક આવી ઉભી રહી અને જણાવ્યું કે અહીંયા કોઈ આશ્રમ છે તેમ કહી ધ્યાન ભટકાવ્યું હતું.

કારમાં પાછળની બાજુએ નાગાબાવાનો વેશ ધારણ કરી એક વ્યક્તિ બેઠો હતો જેને કિરણભાઈને એક સિક્કો આપ્યો અને સુંઘવા જણાવ્યું હતું. આમ કરતાંની સાથે જ નાગાબાવાએ કહ્યું કે તમે પહેરેલ આ ચેઈન અને લકી આપી દો તેમ જણાવતાં સૂનમૂન બનેલા કિરણભાઈએ તે સમયે ચેઈન અને લકી બન્ને ઉતારી આપી દીધી હતી. જે બાદ કારમાં આવેલા તમામ લોકો ફરાર થઈ ગયા હતા. થોડી મીનીટો બાદ કિરણભાઈને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં તેઓ કાર પાછળ દોડ્યા હતા. પરંતુ આ ગઠીયાઓઓ હાથમાં આવ્યા નહોતા.

જે તે સમયે ફરિયાદીએ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું હતું. પરંતુ ગતરોજ ગાંધીનગર એલસીબી પોલીસે આ ગેંગના બે સભ્યો ઝવરનાથ હઝારીનાથ પઢીયાર મદારી અને તેના સગાભાઈ પરદેશીનાથ મદારી (બન્ને રહે. ગલોડી, રામોલ અમદાવાદ) ને ઝડપી લેતા ગુનાનો ભેદ ઉકેલાયો છે. જેથી આ અંગે કિરણભાઈ હીંગુએ આજે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 420, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

ગુનાને કઇ રીતે અંજામ આપતા હતા

બન્ને ભાઈઓ તેના સાગરીત કાળુંનાથ ગુલાબ નાથ મદારી (રહે, ગોકુળપુરા ગાંધીનગર દહેગામ) ની કારમાં ગાંધીનગર ઉપરાંત મહેમદાવાદ મહુધા તેમજ સાબરકાંઠાના વડાલી વિસ્તારમાં જતા હતા. બાદમાં જવારીનાથ નાગાબાવા નો વેશ ધારણ કરતો હતો અને એકલદોકલ જતી વ્યક્તિઓને આશ્રમનું સરનામું પૂછવાના બહાને રોકીને વાતોમાં ધ્યાન ભટકાવી સોનાના દાગીના તેમજ રોકડ રકમ સેરવી લઈને કારમાં ફરાર થઈ જતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here