ખેડૂતોના સમર્થનમાં આવ્યા DIG લખવિન્દરસિંહ જાખર : આપ્યું રાજીનામું

0
9

પંજાબમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં એવોર્ડ બાદ રાજીનામાની પ્રક્રિયા શરૂ થઈ છે. પંજાબના ડીઆઇજી લખવિન્દરસિંહ જાખરે પોતાનું રાજીનામું પંજાબ સરકારને મોકલ્યું છે. લખવિન્દરસિંહ જાખરે ખેડૂતોના સમર્થનમાં પોતાનું રાજીનામું રજૂ કરીને ચર્ચામાં આવ્યા છે. રાજીનામાનું કારણ એ છે કે તેમણે કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતોને ટેકો આપ્યો છે.

પંજાબમાં ખેડૂત આંદોલનને ઘણો સપોર્ટ મળી રહ્યો છે. રાજકારણથી લઈ રમતગમત, સરકારી ઓફિસરો સહિત લોકો ખેડૂતોની તરફેણમાં અવાજ ઉઠાવી રહ્યા છે. પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલે અને રાજ્યસભાના સાંસદ સુખદેવસિંહ સિંહે પદ્મ ભૂષણ એવોર્ડ પાછો આપવાની ઘોષણા કરી ચૂક્યા છે.

નોધનિય છે કે, કેન્દ્ર સરકારના ૩ કૃષિ કાયદા વિરોધી ખેડૂતોનું આંદોલન જોર પકડી રહ્યું છે. કૃષિ કાયદા રદ કરવાની ઉગ્ર માગ સાથે ૧૪મી ડિસેમ્બરે દિલ્હીની સિંઘુ બોર્ડર ખાતે તમામ ખેડૂત નેતાઓ ભૂખ હડતાળ શરૂ કરશે. ઉત્તરપ્રદેશના ખેડૂત નેતા ડુંગરસિંહે જણાવ્યું હતું કે, હવે અમારે લઘુતમ ટેકાના ભાવ પર સરકાર પાસેથી કોઇ લેખિત બાંયધરી જોઇતી નથી. અમે બટાકા, શેરડી, અનાજ, શાકભાજી અને દૂધ સહિતની તમામ કૃષિ ઉપજ પર લઘુતમ ટેકાના ભાવ કાયદાના માધ્યમથી ઇચ્છીએ છીએ.

સિંઘુ બોર્ડર પર ધરણા કરી રહેલા ખેડૂત નેતા કંવલપ્રીત સિંહ પન્નુએ પત્રકારોને જણાવ્યું હતું કે, અમારી માગ યથાવત છે. તે પછી જ અમે અમારી અન્ય માગો પર ચર્ચા કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here