Saturday, September 18, 2021
Home‘દિલ બેચારા’ : સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ને એક વર્ષ પૂરું થતા...
Array

‘દિલ બેચારા’ : સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ને એક વર્ષ પૂરું થતા સંજના સાંઘી ઈમોશનલ થઈ

વર્ષ 2020ની સૌથી ચર્ચિત ફિલ્મ દિલ બેચારાને આજે એક વર્ષ પૂરું થઈ ગયું છે. 24 જુલાઈએ રિલીઝ થયેલી ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંઘી લીડ રોલમાં હતા. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી. લીડ એક્ટર સુશાંતે 14 જૂને આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. એ પછીના મહીને આ ફિલ્મ રિલીઝ થઈ હતી. દિવંગત એક્ટરના ચાહકોએ આ ફિલ્મને ખૂબ પ્રેમ આપી હાઈએસ્ટ IMDB રેટિંગવાળી ફિલ્મ બનાવી દીધી હતી. આજે આ ફિલ્મને એક વર્ષ પૂરું થતા એક્ટ્રેસ સંજના સાંઘીએ ઈમોશનલ નોટ શેર કરી છે.

ફિલ્મ શૂટિંગનાં અમુક ફોટો શેર કરીને સંજનાએ લખ્યું, એક વર્ષ પહેલાં, દિલ બેચારાની રિલીઝની સાંજે હું ખૂબ જ નર્વસ હતી. આજે અમે 1 વર્ષ પૂરું કરી લીધું છે. હંમેશાં માટે તમારી થઈ ગઈ છું. આ ફિલ્મનું ધ્યાન રાખવા માટે આભાર. અમે સપનાંમાં પણ નહોતું વિચાર્યું કે અમને આટલો બધો પ્રેમ મળશે. દિલથી આભાર. સુશાંત સિંહ રાજપૂત, તારા વિશે વિચારી રહું છું.

સુશાંત અને સંજનાની પ્રથમ મુલાકાત આવી હતી
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સંજના સાંઘીએ સુશાંત સાથેની પ્રથમ મુલાકાત વિશે કહ્યું કે, અમે પ્રથમ વાર મુકેશ છાબરા(ફિલ્મનાં ડિરેક્ટર)ની ઓફિસમાં મળ્યા હતા. અહીં સ્ક્રિપ્ટ રીડિંગ હતું. 5 મિનિટની મીટિંગમાં અમે સમજી ગયા હતા કે અમે બંને મૂર્ખ છીએ અને અમારામાં ઘણું બધું મળતું આવે છે.

સંજનાએ કહ્યું, સુશાંતે મને પોતાની એનર્જી સેવ કરતા શીખવાડ્યું છે. તેણે મને કહ્યું કે, જરૂર ના હોય ત્યારે એનર્જી બચાવીને રાખવી ખૂબ જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, સંજના સાંઘીએ કો-સ્ટાર સુશાંત સિંહ રાજપૂત વિરુદ્ધ વર્ષ 2018માં મીટૂ હેઠળ છેડતીનો આરોપ મૂક્યો હતો. જો કે, એક્ટરના મૃત્યુ પછી તેણે આ બધા આરોપ નકાર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments