‘તારક મેહતા’ ના જેઠાલાલ ફેમ દિલીપ જોશી માત્ર 25 દિવસમાં કમાઈ લે છે આટલી મોટી રકમ!

0
0

દેશભરમાં લોકપ્રીય સીરીયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના દિલીપ જોશી એટલે કે, જેઠાલાલ ત્રણ મહિનાથી ઘર પર છે એટલે કે, શૂટિંગ પર રોક લાગી હોવાથી તેમને પણ કોઈ કામ મળી રહ્યુ નથી. શું તમે અંદાજો લગાવી શકો છો કે, 3 મહિનામાં દિલીપ જોશીને કેટલુ નુકસાન થયુ હશે. એક અંદાજ પ્રમાણે તેમને લગભગ 90 લાખ રૂપિયાની કમાણીથી હાથ ધોવો પડ્યો છે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે, સમગ્ર ટીવી અને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં કલાકારોને લોકડાઉનમાં કેટલી હદે નુકસાન થયુ હશે.

મહિનામાં લગભગ 25 દિવસ કામ કરે છે

એક ખાનગી વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, જેઠાલાને એક એપિસોડ માટે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના મેકર્સ તરફથી લગભગ 1.50 લાખ રૂપિયાની રકમ મળે છે. તે માટે તેઓ મહિનામાં લગભગ 25 દિવસ કામ કરે છે. એક મહીનામાં સરેરાશ 20 એપિસોડ ઓન એર કરવામાં આવે છે. જો આ 20 એપિસોડમાં જેઠાલાલ દેખાય છે તો તેમને લગભગ 30 લાખ રૂપિયાની કમાણી થાય છે. આ રીતે વિતેલા મહિનામાં આ શોના 60 એપિસોડ બની શક્યા નથી. કહેવામાં આવી શકે છે કે, ઓછામાં ઓછા 90 લાખ રૂપિયાની કમાણી તેમને થઈ શકી નથી.

દિશા ફીના કારણે જ શોમાં પરત ફરી રહી નથી

દિલીપ જોશી ‘તારક મેહકા કા ઉલ્ટા ચશ્મા’ ની ટીમના મોંઘા કલાકારોમાંથી છે. આ રીતે શૈલેષ લોઢાને પણ લગભગ 1.50 લાખ રૂપિયા દર એપિસોડ માટે આપવામાં આવે છે. દિશા વાકાણીની પણ સીરિયલમાં પરત ફરવા પર ચર્ચા થઈ રહી છે કે, તેણી પોતાની ફીના કારણે જ શોમાં પરત ફરી રહી નથી. કારણ કે, મેકર્સ અને દિશાની વચ્ચે કોઈ એમાઉન્ટ પર સમાધાન થઈ જ નથી રહ્યુ. તેથી ‘દયાબેન’ નુ પાત્ર શોથી દૂર છે. કહેવામાં આવી રહ્યુ છે કે, જો દિશાની માગ પૂરી કરી આપવામાં આવે તો, તેણી આ શો પર સૌથી મોંઘી કલાકાર થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here