Wednesday, January 19, 2022
Homeગુજરાતદિલીપ જોષીએ નવસારીની ગ્રીડ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી

દિલીપ જોષીએ નવસારીની ગ્રીડ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલથી વિશ્વમાં જાણીતા થયેલા જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી આમ તો સ્વામિનારાયણ સંપ્રદાયથી વર્ષોથી જોડાયેલા છે. ત્યારે ગઇકાલે તેઓ એક ખાનગી પ્રસંગે નવસારી આવતા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. દિલીપ જોશીએ બે કલાક જેટલો સમય મંદિરમાં રોકાયા હતા અને આરતી કરી હતી.

 

દિલીપ જોશી કોઈપણ દેશ કે શહેરમાં જાય છે ત્યાં સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેવાનું ચુકતા નથી. ત્યારે નવસારીમાં પરિચિતને ત્યાં આવવાનું થતા નવસારીના ગ્રીડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં સંતો સાથે મુલાકાત કરી હતી.

2019માં નવસારીના હાઈવેને અડીને આવેલા જૂના સ્વામીનારાયણ મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ખાસ પ્રકારના આરસપહાણના પથ્થરમાંથી બનેલું આ મંદિર બેનમૂન કારીગરી ધરાવે છે. BAPSના સર્વેસર્વા પ્રમુખસ્વામીના સ્વપ્ન સમાન આ ભવ્ય મંદિરનું લોકાર્પણ તેમના ધામમાં ગયા બાદ અનુગામી મહંત સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી આ ભવ્ય મંદિર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કોરોના કાળ અને લોકડાઉન બાદ પ્રથમ વખત આ મંદિરમાં મોટો અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. જેમાં સંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો અને રાજકારણીઓએ ઠાકોરજીના દર્શનનો લાભ લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular