દિલિપ કુમારના નાનાભાઈ 90 વર્ષીય અસલમ અને 88 વર્ષીય એહસાન કોરોના સંક્રમિત, શ્વાસ લેવામાં તકલીફ થતા લીલાવતી હોસ્પિટલમાં દાખલ કર્યા

0
6

મુંબઈ. ફેમસ એક્ટર દિલિપ કુમારના ભાઈઓ એહસાન અને અસલમ ખાન કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. શનિવારે રાતે બંનેના શરીરમાં ઓક્સિજન લેવલ ઘણું ઓછું હતું. ત્યારબાદ તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. એહસાન ખાનની ઉંમર 90 વર્ષ અને અસલમની ઉંમર 88 વર્ષ છે.

બંને ભાઈ CPAP સિસ્ટમ પર છે

હોસ્પિટલ લાવ્યા પછી બંને ભાઈનો રેપિડ એન્ટિજન ટેસ્ટ થયો જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલના કોવિડ 19 વોર્ડમાં દાખલ કર્યા. હોસ્પિટલ સાથે જોડાયેલા સૂત્રો પ્રમાણે બંનેની ઉંમર વધારે છે અને તેમને CPAP સિસ્ટમથી કૃત્રિમ શ્વાસ આપવામાં આવી રહ્યો છે.

સાયરાએ કહ્યું, ચિંતાની કોઈ જરૂર નથી

ડૉ. ઝલીલ પારકરે દિલિપ કુમારના ભાઈઓની હેલ્થ અપડેટ આપતા કહ્યું કે, બંને ભાઈ બાય-પાઈપ વેન્ટિલેટર પર અને ICUમાં છે. તેમને પહેલેથી બ્લડ પ્રેશન અને હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓ છે. આથી તેમની સ્થિતિ ચિંતાજનક પણ સ્થિર છે. સાયરા બાનોએ પણ કહ્યું કે, ચિંતાની કોઈ જરૂર નથી. બંને જલ્દી સ્વસ્થ થઇ જશે. ડૉ. ઝલીલ પારકર અને ડૉ. નિખિલ ગોખલે એહસાન-અસલમની સારવાર કરી રહ્યા છે.

એહસાન અને અસલમ ખાન બંને અલગ ઘરમાં રહે છે. આથી દિલિપ કુમાર અને સાયરા બાનો કોરોના સંક્રમણથી સુરક્ષિત છે. દિલિપ કુમારે એપ્રિલ મહિનામાં તેમના ચાહકોને વિનંતી કરતા એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, હું તમને આજીજી કરું છું કે કોરોના મહામારીના ટાઈમમાં તમે તમારા ઘરે જ સુરક્ષિત રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here