ધોની પછી PMએ રૈનાને પણ પત્ર લખ્યો:મોદીએ કહ્યું- 2011નો વર્લ્ડ કપ જીતવામાં તમારું મહત્વનું યોગદાન, વિશ્વ તમારા કવર ડ્રાઈવ અને ફિલ્ડિંગનું ચાહક

0
10

15 ઓગસ્ટે એમએસ ધોનીની સાથે નિવૃતીની જાહેરાત કરનાર સુરેશ રૈનાને વડાપ્રધાન મોદીએ પત્ર લખ્યો છે. આ લેટર રેનાએ ટ્વિટર પર શેર કર્યો છે. મોદીએ રૈનાની બેટિંગ અને ફિલ્ડિંગ સ્કિલ્સની પ્રશંસા કરી કરી છે. 2011નો વર્લ્ડ કપ જીતવામાં તેમનું મહત્વનું યોગદાન છે. રૈનાએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા લખ્યું કે મારા જેવા ખેલાડીઓ મેદાન પર દેશ માટે લોહી-પરસેવો વહેવડાવે છે. જ્યારે તેમની દેશના લોકો તરફથી અને ખાસ કરીને વડાપ્રધાન તરફથી પ્રશંસા કરવામાં આવે છો તો આનાથી વિશેષ કઈ ન હોઈ શકે.

તમે શાનદાર પ્લેયર

વડાપ્રધાને રૈનાને લખ્યું કે 15 ઓગસ્ટે તમે નિવૃતીની જાહેરાત કરી. આ જીવનના સૌથી મુશ્કેલ નિર્ણયોમાંથી એક છે. જોકે તમારી અંદર હજી પણ તેટલી જ ઉર્જા છે. મેદાન પર જોરદાર ઈનિંગ રમ્યા પછી તમે જીંદગીની બીજી એક ઈનિંગ માટે પેડ પહેરી રહ્યાં છો. તમે મુરાદનગરથી લખનઉ અને પછી ટીમ ઈન્ડિયા સુધીની શાનદાર સફર કરી.

2011 વર્લ્ડ કપનો ઉલ્લેખ

મોદીએ આગળ લખ્યું છે કે તમે એક સારા બેસ્ટમેન ઉપરાંત સારા બોલર પણ હતા. T-20 જેવા મુશ્કેલ ફોર્મેટમાં પણ તમારી સફળતા યાદ રાખવામાં આવશે. 2011ના વર્લ્ડ કપની જીતમાં તમારા યોગદાનને દેશ હમેશાં યાદ રાખશે. ઓસ્ટ્રેલિયાની સામે અમદાવાદના મોટેરામાં ક્વાર્ટર ફાઈનલ રમાઈ હતી. મેં તમારી તે જોરદાર ઈનિંગ જોઈ હતી. હું નસીબદાર છું કે મેં તમારી તે ઈનિંગ અને ક્લાસિક કવર ડ્રાઈવ જોયા.

મેદાનની બહાર પણ તમે યોગદાન આપ્યું

વડાપ્રધાને રૈનાના મેદાનની બહારના યોગદાનને પણ યાદ કર્યું. કહ્યું ખેલાડીને માત્ર મેદાનમાં જ નહિ પરંતુ તેમના મેદાનની બહાર કરવામાં આવેલા કામો માટે પણ યાદ કરવામાં આવે છે. તે યુવાઓ માટે મિસાલ બનશે. કેરિયરમાં તમારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો. જોકે તમે હિંમ્મતથી તેનો સામનો કરવો પડ્યો. તમે ટીમ અને દેશનું નામ રોશન કર્યું. મહિલા સશિક્તિકરણ અને સ્વચ્છ ભારત અભિયાનમાં તમે સહયોગ આપ્યો. પ્રિયંકા(પત્ની), ગ્રેસિયા અને રિયો(બાળકોના નામ)ની સાથે ખુશખશાલ જીવન જીવન વ્યતીત કરે. દેશને યોગદાન આપવા બદ ધન્યવાદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here