સુરત : દક્ષિણ ગુજરાતના બે સહકારી અગ્રણી દિલિપભાઈ ભક્ત અને જગુભાઈ પટેલનું કોરોનાથી મોત

0
8

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 15,362 પર પહોંચી ગયો છે. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના બે સહકારી અગ્રણીઓ સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના પૂર્વ પ્રમુખ દિલિપભાઈ ભક્ત અને બારડોલી નાગરિક બેંકના ડિરેક્ટર જગુભાઈ પટેલનું કોરોનાથી મોત થયું છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 668 થયો છે. ગત રોજ શહેરના 309 અને જિલ્લાના 47 દર્દી મળી વધુ 356 લોકોને સાજા થતા રજા આપવામાં આવી હતી. જેથી કોરોનાને મ્હાત આપી 11457 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.

સહકારી, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં શોકનો માહોલ

સુરત જિલ્લાના બે સહકારી અગ્રણીઓનું કોરોનાથી નિધન થયું છે. સુરત ડિસ્ટ્રીક્ટ બેંક અને મઢી સુગર ફેક્ટરીના પૂર્વ પ્રમુખ તેમજ સરદાર હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી દિલિપભાઈ ભક્તનું નિધન થયું છે. આ સાથે બારડોલી નાગરિક બેંકના ડિરેક્ટર અને સામાજિક અગ્રણી જગુભાઈ પટેલ (અંકલ)નું પણ કોરોનાથી અવસાન થયું છે. સુરત જિલ્લાના સહકારી, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં શોકનો માહોલ છવાયો છે.

સુરત સિટીમાં 12,345 અને ગ્રામ્યમાં 3017 કેસ

સુરત શહેરમાં આજ દિન સુધીમાં 12,345 પોઝિટિવ કેસમાં 534ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં આજ દિન સુધી 3017 પૈકી 134 વ્યક્તિના મોત થયા છે. સુરત શહેર-જિલ્લામાં કુલ 15,362 કેસમાં 668ના મોત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 9094 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્યમાં કુલ 2326 દર્દી સાજા થયા છે. સિટી-ગ્રામ્યમાં કુલ 11,457 દર્દીઓ સાજા થઇ ગયા છે.

સિવિલ અને સ્મીમેરમાં કુલ 21 દર્દી વેન્ટિલેટર પર

સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનામાં 668 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 221 કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 159 દર્દીની હાલત ગંભીર છે. 13 વેન્ટિલેટર, 21 બાઈપેપ અને 125 દર્દી ઓક્સિજન પર છે. સ્મીમેર હોસ્પિટલમાં 124 કોરોનાના દર્દી પૈકી 97 દર્દીઓની હાલત ગંભીર છે. 8 વેન્ટિલેટર, 30 બાઈપેપ અને 59 દર્દીઓ ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here