Friday, April 26, 2024
Homeઋષભ પંત માટે ફરીથી ખતરો બની શકે છે દિનેશ કાર્તિક
Array

ઋષભ પંત માટે ફરીથી ખતરો બની શકે છે દિનેશ કાર્તિક

- Advertisement -

વેસ્ટ ઇન્ડીઝ સામે બે ટી-૨૦ મેચમાં શૂન્ય અને ચાર રન પર આઉટ થનારા ઋષભ પંત માટે એક વધુ ખતરો ઉભો થઈ ગયો છે. વાસ્તવમાં, અત્યારે ઘરેલું ક્રિકેટ વિજય હઝારે ટ્રોફી રમાઈ રહી છે. તેમાં દિનેશ કાર્તિક ખુબ જ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. તામિલનાડુ તરફથી રમી રહેલા દિનેશ કાર્તિક સતત બે મેચમાં અડધી સદી ફટકારવામાં સફળ રહ્યા છે. ગયા દિવસે તેમને રાજસ્થાન સામે ૫૨ બોલમાં ૫૨ રનની ઇનિંગ રમી અને હવે સર્વિસેઝ સામે તેમને ૯૫ રન બનાવી લીધા છે.

દિનેશ કાર્તિકન સારા પ્રદર્શનનો પ્રભાવ સીધો-સીધો ઋષભ પંત પર પડવો સંભવ છે. કેમકે ઋષભ પંત જ્યારે ટીમ ઇન્ડિયામાં નહોતા ત્યારે મહેન્દ્ર સિંહ ધોની બાદ દિનેશ કાર્તિકને તેમને સારા વિકલ્પ માનવામાં આવ્યા હતા. તેમ છતાં મહેન્દ્ર સિંહ ધોની પહેલાથી જ બીસીસીઆઈથી ઋષભ પંતને પોતાના વિકલ્પ તરીકે તૈયાર કરવાનું બોલી ચુક્યા છે પરંતુ જો ઋષભ પંતનું પ્રદર્શન આવું જ રહ્યું તો તેમને ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવી રાખવા માટે મુશ્કિલોઓનો સામનો કરવો પડી શકે છે.

ઋષભ પંત માટે તેમ છતાં ગયું વર્ષ વધુ સારુ રહ્યું નથી. ભલે તે ઘરેલું ટી-૨૦ લીગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ વાત જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલ પર ટી-૨૦ અને વનડેની આવે છે તો તે સારુ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. થોડા સમય પહેલા જ સાઉથ આફ્રિકા સામે રમાયેલ બે ટી-૨૦ મેચમાં તે ૪ અને ૧૯ રન બનાવી આઉટ થઈ ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular