Friday, April 19, 2024
Homeડિનર બ્રેક: ઓસ્ટ્રેલિયા 35/2, બુમરાહે ઓપનર્સને પેવેલિયન ભેગા કર્યા; ભારત પ્રથમ દાવમાં...
Array

ડિનર બ્રેક: ઓસ્ટ્રેલિયા 35/2, બુમરાહે ઓપનર્સને પેવેલિયન ભેગા કર્યા; ભારત પ્રથમ દાવમાં 244 રનમાં ઓલઆઉટ

- Advertisement -

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચાર ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં એડિલેડ ખાતે 2 વિકેટે 35 રન કર્યા છે. સ્ટીવ સ્મિથ 1 રને અને માર્નસ લબુશેન 16 રને રમી રહ્યા છે.

મિસ્ડ ચાન્સ: લબુશેન 12 રને રમી રહ્યો હતો ત્યારે શમીની બોલિંગમાં બુમરાહે ફાઇન લેગ પર તેનો કેચ છોડ્યો.

બુમરાહે ઓસ્ટ્રેલિયન ઓપનર્સને પેવેલિયન ભેગા કર્યા…
જસપ્રીત બુમરાહે મેથ્યુ વેડને 8 રને LBW કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. તે પછી બુમરાહે જો બર્ન્સને પણ 8 રને LBW કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના બંને ઓપનર્સે રિવ્યૂ લીધો હતો પરંતુ સ્ટમ્પ હિટિંગમાં બંને વખતે અમ્પાયર્સ કોલ જ આવ્યો હતો. મતલબ કે કાંગારુંએ રિવ્યૂ ન ગુમાવ્યા પણ બેટ્સમેનોએ પેવેલિયન ભેગું થવું પડ્યું હતું.

પોન્ટિંગે સાહાની ટીકા કરી…
માર્નસ લબુશેન શૂન્ય રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે બુમરાહની બોલિંગમાં તેણે એક બોલ એજ કર્યો હતો. આ બોલ કીપર સાહા અને ફર્સ્ટ સ્લીપની વચ્ચેથી જતો રહ્યો. કોમેન્ટ્રી કરી રહેલા રિકી પોન્ટિંગે કહ્યું કે, વિકેટકીપર સાહા ગ્લવ્સ પણ ના અડાડી શક્યો. આ બહુ ખરાબ વિકેટકીપિંગ છે.

ભારત પ્રથમ દાવમાં 244 રનમાં ઓલઆઉટ…
ભારત પહેલી મેચમાં એડિલેડ ખાતે 244 રનમાં ઓલઆઉટ થયું છે. મહેમાન ટીમ માટે વિરાટ કોહલીએ 74, ચેતેશ્વર પૂજારાએ 43 અને અજિંક્ય રહાણેએ 42 રન કર્યા. જ્યારે કાંગારું માટે મિચેલ સ્ટાર્કે 4, પેટ કમિન્સે 3, જ્યારે જોશ હેઝલવુડ અને નેથન લાયને 1-1 વિકેટ લીધી છે. પ્રથમ દિવસે 233/6 કર્યા પછી બીજા દિવસે ટીમ ઇન્ડિયાએ 11 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી. ​​​​

મિચેલ સ્ટાર્કની બોલિંગમાં રિદ્ધિમાન સાહા કીપર પેનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 26 બોલમાં 9 રન કર્યા હતા. તે પહેલાં રવિચંદ્રન અશ્વિન પેટ કમિન્સની બોલિંગમાં કીપર પેનના હાથે કેચ આઉટ થયો હતો. અશ્વિને 15 રન કર્યા હતા.

કોહલીની ટેસ્ટમાં 23મી ફિફટી, રહાણે સાથે 88 રનની ભાગીદારી કરી…

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 180 બોલમાં 8 ફોરની મદદથી 74 રનની શાનદાર ઇનિંગ્સ રમી છે. તેણે અને અજિંક્ય રહાણેએ ચોથી વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી હતી.

કોહલી લાયનની બોલિંગમાં રહાણેની ભૂલના લીધે રનઆઉટ થયો. રહાણેએ લાયનનો બોલ મીડ-ઓફ પર મારીને દોડવા માટે 4-5 સ્ટેપ લીધા અને પછી રન માટે ના પાડી.

તે પછી રન માટે દોડેલા કોહલી પાસે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર પરત ફરવાનો કોઈ ચાન્સ નહોતો. હેઝલવુડે બોલર લાયનને બોલ આપ્યો અને તેણે બેલ્સ ઉડાડીને કોહલીને આઉટ કર્યો. રહાણે ખોટા કોલ બદલ વિરાટની માફી માગી.

અજિંક્ય રહાણે મિચેલ સ્ટાર્કની બોલિંગમાં LBW થયો હતો. તેણે 92 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 42 રન કર્યા હતા. તે પછી હનુમા વિહારી 16 રને હેઝલવુડની બોલિંગમાં LBW થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular