દિશા પટણી આ હૉટ એક્ટ્રેસને માને છે પ્રેરણા, શું હોલીવુડ જવાની છે તૈયારી?

0
13

દિશાપટાણી બોલીવૂડમાં પોતાનું સ્થાન ધીરે ધીરે મક્કમતાથી જમાવી રહી છે. પ્રિયંકા ચોપરાને તે પોતાની પ્રેરણા ગણાવે છે. પ્રિયંકા આજે બોલીવૂડ અને હોલીવૂડમાં જે સ્થાને પહોંચી. જે દિશાને પ્રેરણા આપે છે અને પોતે પણ તેના અનુસાર કારકિર્દી બનાવવા માંગે છે.

‘ ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપરાને ફોલો કરું છું. તે મારા માટે એક પ્રેરણા છે. નાના શહેરમાંથી આવીને ફક્ત બોલીવૂડ જ નહીં હોલીવૂડમાં પણ પોતાનું સ્થાન બનાવવું અને લોકપ્રિયતા મેળવવી એ સરળ નથી. પ્રિયંકાએ આજે પોતાની કારકિર્દીથી દેશનું નામ ઉજાગર કર્યું છે. હું પણ એક નાના શહેરથી આવું છું, અને બોલીવૂડમાં મારું સ્થાન મજબૂત કરવા માંગુ છું. મને આજે ટોચના અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળે છે, તેમજ ઓફરો પણ આવે છે. જોકે મારે બોલીવૂડમાં ટોચ પર પહોંચવા હજી ઘણું કરવાનું બાકી છે,’ તેમ દિશાએ કહ્યુ હતું.

હોલીવૂડમાં કામ કરવા માટે દિશાએ હજી વિચાર્યું નથી, તેમજ તેની પાસે કોઇ એજન્ટ પણ નથી જે તેને હોલીવૂડમાં કામ અપાવે.હોલીવૂડમાં ઓડિશન આપવું પણ સરળ નથી તેમ દિશા માને છે. તેને બોલીવૂડમાં બહેતર કામ કરવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here