બીમાર : ‘મિશન મંગલ’ના ડિરેક્ટર જગન શક્તિ હોસ્પિટલમાં દાખલ,

0
19

મુંબઈઃ ‘મિશન મંગલ’થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરનાર જગન શક્તિને ગઈકાલે (25 જાન્યુઆરી) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને તેમની હાલત ઘણી જ ગંભીર છે. સૂત્રોના મતે, ડિરેક્ટરને બ્રેનમાં ક્લોટ છે. ડોક્ટર્સની નજર સતત તેમના પર છે. જગન શક્તિની તબિયત ગંભીર થતા તેમનો પરિવાર પણ મુંબઈ આવી ગયો છે.

અચાનક બેભાન થઈ ગયા
સૂત્રોના મતે, જગન શક્તિ ફ્રેન્ડ્સ સાથે વાતચીત કરતાં હતાં અને અચાનક જ બેભાન થઈ ગયા હતાં. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. હાલમાં તેમના પર વિવિધ ટેસ્ટ્સ થઈ રહ્યાં છે.

ડિરેક્ટર તરીકે પહેલી જ ફિલ્મ હિટ રહી
જગન શક્તિએ અક્ષય કુમાર, વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, તાપસી પન્નુ સ્ટારર ‘મિશન મંગલ’થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2019માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડથી પણ વધુ કમાણી કરી હતી. આ ફિલ્મ ભારતના માર્સ ઓર્બિટર મિશન પર આધારિત હતી.

આર બાલ્કી સાથે કામ કરતા હતાં
જગન શક્તિએ લાંબા સમય સુધી ડિરેક્ટર આર બાલ્કી સાથે કામ કર્યું હતું. તેમણે આર બાલ્કીની ‘ચીની કમ’ સહિતની ફિલ્મ્સમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. હાલમાં તેઓ અક્ષય કુમાર સાથે એક પ્રોજેક્ટ પર ચર્ચા કરતાં હતાં. વર્ષ 2014માં રિલીઝ થયેલી તમિળ ફિલ્મ ‘કથ્થી’ની હિંદી રીમેક ‘ઈક્કા’ અક્ષય કુમાર સાથે બનાવવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here