48મા જન્મદિવસ પર ડિરેક્ટર રોહિત શેટ્ટીએ સૂર્યવંશી’ની રિલીઝ ડેટ જાહેર કરી

0
7

અક્ષય કુમાર સ્ટારર કૉપ ડ્રામા ‘સૂર્યવંશી’ની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. રવિવાર, 14 માર્ચના રોજ પોતાના 48મા જન્મદિવસ પર ડિરેક્ટર રોહિત શેટ્ટીએ સો.મીડિયામાં કહ્યું હતું કે ફિલ્મ 30 એપ્રિલના રોજ થિયેટરમાં રિલીઝ થશે. રોહિતે પોસ્ટમાં કહ્યું હતું, ‘ડિયર ઓડિયન્સ તથા મારા એક્ટર્સની ફૅન ક્લબ. મને ખ્યાલ છે કે તમે એક વર્ષ સુધી ‘સૂર્યવંશી’ રિલીઝની રાહ જોઈ છે અને અમારા માટે આનાથી કોઈ ખુશીની વાત નથી. અમારી ફિલ્મ 30 એપ્રિલ, 2021ના રોજ રિલીઝ થઈ રહી છે.’

મહારાષ્ટ્ર સરકારના નિર્ણયનું સમર્થન કર્યું

રોહિત શેટ્ટીએ વધુમાં કહ્યું હતું, ‘તમને એ વાતની ખબર છે કે મહારાષ્ટ્રમાં કોવિડ 19ના કેસ રોકવા માટે થિયેટર 50% દર્શકોની સાથે ખોલવાની મંજૂરી આપી છે. સારી વાત એ છે કે વેક્સિનેશનની પ્રક્રિયા પણ જોરશોરથી ચાલુ છે.’

મહારાષ્ટ્રમાં 22 લાખથી વધુ લોકોને વેક્સિન અપાઈ

રોહિતે વધુમાં કહ્યું હતું, ‘આખા ભારતમાં 2.5 કરોડથી વધુ તથા મહારાષ્ટ્રમાં 22 લાખથી વધુ લોકોને વેક્સિન અપાઈ છે. આથી અમે માનીએ છીએ કે જ્યાં સુધી અમારી ફિલ્મ આવશે, ત્યાં સુધી તમે તથા તમારો પરિવાર થિયેટર સુધી જવામાં સુરક્ષિત થઈ જશે. અમને આશા છે કે ત્યાં સુધી ઑડિટોરિયમની કેપેસિટી પર લાગેલા પ્રતિબંધ હટાવી લેવામાં આવશે.’

રોહિતે અંતમાં જણાવ્યું હતું, ‘વ્યક્તિગત રીતે હું આગ્રહ કરું છું કે તમે તમારા પરિવારના વૃદ્ધોને વેક્સિન અપાવો અને સમય આવે તમે પણ વેક્સિન લો. મેં હાલમાં જ મારી માતાને વેક્સિન અપાવી. આ સલામત છે. અમારી ફિલ્મનું પ્રમોશન 10 એપ્રિલથી શરૂ થશે. સુરક્ષિત રહો. મૂવીમાં તમને મળીએ છીએ.’

વીડિયોમાં એક વર્ષનો ઘટનાક્રમ યાદ કર્યો

રોહિત પોસ્ટની સાથે એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં તેણે કહ્યું હતું કે કેવી રીતે એક વર્ષ પહેલાં ફિલ્મની રિલીઝ ડેટ અટકી ગઈ. વીડિયોમાં તેણે કહ્યું હતું, ‘એક વર્ષ પહેલાં 2 માર્ચ, 2020ના રોજ ‘સૂર્યવંશી’નું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું અને અમારી પ્રેમાળ ઑડિયન્સે તેને પ્રેમથી વધાવી લીધું હતું. જોકે, અમને ક્યાં ખબર હતી કે ભવિષ્યમાં શું થવાનું છે? દુનિયા અચાનક જ અટકી ગઈ. અમે અમારી ફિલ્મને પોસ્ટપોન કરવા માટેનું નિવેદન બહાર પાડ્યું, પરંતુ દર્શકોને અમે વચન આપ્યું હતું કે ‘સૂર્યવંશી’ યોગ્ય સમયે થિયેટરમાં રિલીઝ થશે. અમને ખ્યાલ છે કે એક વર્ષ થઈ ગયું પણ વચન તો વચન છે. જુઓ ફાઈનલી હવે તમારી રાહ પૂરી થાય છે.’ ફિલ્મમાં કેટરીના કૈફ, અજય દેવગન તથા રણવીર સિંહ પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here