Thursday, April 18, 2024
Homeપૃથ્વીથી 4 દિવસ દુર આફત : પૃથ્વીની નજીકથી પસાર થશે તાજ મહેલથી...
Array

પૃથ્વીથી 4 દિવસ દુર આફત : પૃથ્વીની નજીકથી પસાર થશે તાજ મહેલથી ત્રણ ગણી મોટી ઉલ્કા

- Advertisement -

સ્પેસ થોડા દિવસોથી ચર્ચામાં છે. તેની પાછળનું કારણ છે વર્જિનના ફાઉન્ડર રિચર્ડ બ્રેન્સન અને એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસનું સ્પેસ ટુરિઝમ. જોકે આ દરમિયાન અંતરિક્ષ સાથે જોડાયેલી વધુ એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યાં છે. નાસાએ કહ્યું છે કે 24 જુલાઈએ પૃથ્વીની નજીકથી એક ઉલ્કા પસાર થશે. જાણો આ રસપ્રદ ઘટના સાથે જોડાયેલી જરૂરી ચીજો…

કઈ ઉલ્કા છે અને કઈ ગતિથી આગળ વધી રહી છે?
નાસાએ આ ઉલ્કાનું નામ 2008 GO20 છે. તે એક અપોલો ક્લાસ એસ્ટરોઈડ છે. તેનો આકાર સ્ટેડિયમ જેટલો એટલે કે તાજ મહેલથી લગભગ ત્રણ ગણો મોટો છે. તે પૃથ્વી તરફ 18 હજાર માઈલ પ્રતિ કલાક એટલે કે 8 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિથી ધરતી તરફ આગળ વધી રહી છે.

પૃથ્વીની કેટલી નજીકથી પસાર થશે એસ્ટરોઈડ?
નાસાનું કહેવું છે કે 24 જુલાઈએ જ્યારે આ એસ્ટરોઈડ પસાર થશે તો પૃથ્વીથી તેનુ અંતર 0.04 AU રહેશે એટલે કે 37 લાખ 18 હજાર 232 માઈલ. પૃથ્વીથી તેના અંતરને આ રીતે સમજી શકાય છે કે ચંદ્રમાં આપણી સપાટીથી 2 લાખ 38 હજાર 606 માઈલ દૂર છે. એટલે કે ચંદ્રથી ઘણે દુરથી પસાર થશે.

શું એસ્ટરોઈડનો અથડાવવાનો ખતરો છે?
નાસાના જણાવ્યા મુજબ તો નથી. તેમનુ કહેવું છે કે ગંભરાવવાની કોઈ વાત નથી. કોઈ પણ સ્થિતિમાં ઉલ્કા 26 લાખ 5 હજાર 509 માઈલથી વધુ નજીક આવવાની શક્યતા નથી. જોકે આ સ્થિતિમાં પણ નાસાએ તેને NEO ઓબ્જેક્ટ એટલે કે પૃથ્વીની નજીકનો ઓબ્જેક્ટ કહ્યો છે. ચીને પ્રપોઝલ મુક્યું છે કે જો ઉલ્કાનો પૃથ્વી સાથે અથડાવવાનો ખતરો વધે છે તો અંતરિક્ષમાં મોટા રોકેટ મોકલવામાં આવે. જેથી તેનો રસ્તો બદલાઈ જાય.

શું માત્ર આ જ એસ્ટરોઈડ છે, કે પછી બીજા પણ છે?
નાસાના જણાવ્યા મુજબ 24 જુલાઈ સુધી પૃથ્વીની આસપાસ 2021 NE, 2019 AT6, 2019 NB7 અને 2014 BP43 જેવા એસ્ટરોઈડ પણ પસાર થશે. જોકે કોઈનાથી કોઈ ખતરો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular