મહેસાણા: મહેસાણા તાલુકાના સાંથલ ગામે ઓએનજીસીની નોર્થ સીટીએફમાં ખોદકામ કરી ફર્મા લગાવવાની કામગીરી દરમિયાન 7 ફૂટ ઉંચી માટીની ભેખડ ધસી પડતાં 4 મજૂરો દટાયા હતા. જેમાં એક મજૂરનું મોત થયું હતું. જ્યારે ત્રણને મહેસાણા સારવાર માટે દાખલ કરાયા હતા. સાંથલ પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી છે.
ઓએનજીસી નોર્થ સાંથલ સીટીએફમાં સોમવારે બપોરે 11 વાગ્યે મજૂરો ખોદકામ કરી રહ્યા હતા, તે સમયે માટી ભીની હોવાના કારણે પાસેની 7 ફૂટ ઉંચી માટીની ભેખડ ધસી પડતાં નિમાઇદાસ નારાયદાસ (32),રતનદાસ પાંચદાસ (40), ઉજજલ નિમલદાસ મોડાલ (32) અને મુંડા ઇશ્વર ઓબો (19) સહિત 4 મજૂરો દટાયા હતા. જેને પગલે હાજર મજૂરો સહિતે 35 મિનિટની ભારે જહેમત બાદ દટાયેલા મજૂરોને બહાર કાઢી સારવાર માટે મહેસાણા સિવિલ લઇ આવ્યા હતા. જોકે, રસ્તામાં જ 19 વર્ષના મુંડા ઇશ્વર ઓબોનું મોત થયું હતું. આ બનાવની જાણ થતાં સાંથલ પોલીસ સિવિલ દોડી આવી હતી, પરંતુ મૃતકનું પીએમ કરાયું ન હતું. જોકે, પોલીસે જાણવા જોગ નોંધ કરી છે.
Array
દુર્ઘટના : મહેસાણાના સાંથલમાં માટીની ભેખડ ધસી પડતાં 4 દટાયા, એકનું મોત
- Advertisement -
- Advertisment -