ધર્મ ગુરુઓને રેપિસ્ટ, ભ્રષ્ટાચારી અને ડ્રગ્સના વેપારી દેખાડવા પર આપત્તિ

0
9

હાલમાં જ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયા બાદ ચર્ચામાં આવેલી વેબ સિરીઝ ‘આશ્રમ’ના મેકર્સ અને ડિરેક્ટર પ્રકાશ ઝા અને લીડ રોલ બોબી દેઓલની મુશ્કેલી વધી શકે છે. વેબ સિરીઝમાં બોબી દેઓલના બાબાના રોલને લઈને વાંધો ઉઠાવી કરવામાં આવેલી ફરિયાદમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે પ્રકાશ ઝા અને બોબી દેઓલને નોટિસ આપી છે. આ કેસમાં 11 જાન્યુઆરીએ આગામી સુનાવણી થશે.

વકીલ ખુશ ખંડેલવાલે જણાવ્યું કે, બોલિવૂડ ફિલ્મમેકર અને ડિરેક્ટર પ્રકાશ ઝાએ હાલમાં જ ‘આશ્રમ’ નામની વેબ સિરીઝ બનાવી છે, જેમાં બોબી દેઓલ બાબાના રોલમાં છે. આ વેબ સિરીઝમાં હિન્દૂ ધર્મ ગુરુઓને રેપિસ્ટ, ભ્રષ્ટાચારી અને ડ્રગ્સના વેપારી દેખાડવામાં આવ્યા છે. આ વેબ સિરીઝથી હિન્દૂઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે.

ખંડેલવાલે જણાવ્યું કે, તેણે પહેલા કુડી પોલીસ સ્ટેશનમાં FIR ફાઈલ કરવાની અરજી કરી હતી પરંતુ પોલીસે FIR ફાઈલ ન કરી. ત્યારબાદ તેમણે કોર્ટમાં યાચિકા ફાઈલ કરી. કેસમાં સોમવારે સુનાવણી કરતા કોર્ટે પ્રકાશ ઝા અને એક્ટર બોબી દેઓલને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. આ કેસમાં 11 જાન્યુઆરીએ ફરી સુનાવણી થશે.

બે સીઝન આવી ગઈ છે, હવે ત્રીજીની તૈયારી
વેબ સિરીઝ ‘આશ્રમ’ની અત્યારસુધીમાં બે સીઝન આવી ગઈ છે. હવે તેની ત્રીજી સીઝન ટૂંક સમયમાં આવવાની વાતો ચાલી રહી છે. નિયમોના જાણકારે જણાવ્યું કે જો આ કેસમાં ડિરેક્ટરના જવાબથી કોર્ટ સંતુષ્ટ થતી નથી તો પછી આગામી સીઝન લોન્ચ થવામાં પણ અડચણ આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here