ભારે વરસાદથી પુણેમાં આફત : દીવાલ પડતાં 5નાં મોત, પૂરમાં 2 લોકો ડૂબ્યા

0
9

પુણે : મહારાષ્ટ્ર (Maharashtra)ના પુણે (Pune)માં સતત પડી રહેલા ભારે વરસાદ (Heavy Rain)ને કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદ અને પૂરના કારણે અહીં સાત લોકોનાં મોત થયા છે. શાહાકાર નગરમાં વરસાદના કારણે એક દીવાલ ધસી પડી. આ દુર્ઘટનામાં પાંચ લોકો કાટકાળમાં દબાતાં તેમનું મોત થયું છે. મૃતકોમાં એક બાળક અને બે મહિલાઓ સામેલ છે.

આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ મૃતકોનો આંકડો હજુ વધી શકે છે. સ્થિતિને જોતાં એનડીઆરએફ (NDRF)ની ત્રણ ટીમો મોકલવામાં આવી છે જે રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે.

નોંધનીય છે કે, પુણેમાં ચોમાસું (Monsoon) ઘણું સક્રિય છે જેના કારણે ત્યાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક સ્થળે વૃક્ષો અને વીજથાંભલા પડતાં અનેક ગાડીઓને નુકસાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here