ઘટસ્ફોટ : કર્મચારીઓની સાથે રોમેન્ટિક રિલેશનમાં હતા બિલ ગેટ્સ

0
2

માઈક્રોસોફટના સંસ્થાપક અને વિશ્વના સૌથી અમીર લોકોમાં સામેલ બિલ ગેટ્સે તાજેતરમાં જ પોતાની પત્ની મેલિંડા ગેટ્સ સાથે છૂટાછેડાની જાહેરાત કરી હતી. જોકે એ પછી તેમની અંગત જિંદગીને લઈને ઘણા પ્રકારના ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ બિલ ગેટ્સે લગ્ન થયા હોવા છતાં ઘણી મહિલાઓને ડેટ માટે પૂછ્યું હતું.

માઈક્રોસોફટમાં કામ કરતી એક એન્જિનિયર કર્મચારીની સાથે રિલેશનશિપમાં હતા ગેટ્સ
આ રિપોર્ટમાં પણ પ્રકાશમાં આવ્યું છે કે વર્ષ 2000માં બિલ ગેટ્સ માઈક્રોસોફટ કંપનીમાં કામ કરતી એક એન્જિનિયર કર્મચારીની સાથે રિલેશનશિપમાં હતા. આ અફેરનો ઘટસ્ફોટ ત્યારે થયો હતો, જ્યારે વર્ષ 2019માં કંપનીના બોર્ડને એક પત્ર લખીને આ અફેરની વિગતો શેર કરવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે બિલ અને મેલિંડાએ વર્ષ 1994માં લગ્ન કર્યા હતા.

કંપની એક બોર્ડ કમિટીએ આ મામલાની કરી હતી તપાસ
રિપોર્ટ મુજબ કંપનીના એક બોર્ડે કમિટીના આ મામલાની તપાસ શરૂ કરી હતી. આ તપાસને માઈક્રોસોફટના કર્મચારીઓએ સંપૂર્ણ ટેકો આપ્યો હતો. જોકે તપાસ પૂરી થયા પછી બિલ ગેટ્સે કંપનીમાંથી રાજીનામું આપ્યું હતું. ડબ્લ્યુએસજે સાથેની વાતચીતમાં કંપનીના એક પ્રવકતાએ કહ્યું હતું કે તેમના રાજીનામાને આ મામલા સાથે કોઈ લેવાદેવા નથી.

વર્ષ 2020માં બિલ ગેટ્સે માઈક્રોસોફટના બોર્ડમાંથી રાજીનામું આપ્યું
વર્ષ 2020માં બિલ ગેટ્સે માઈક્રોસોફટના બોર્ડમાંથી રાજીનામુ આપ્યું હતુ અને એ જ દિવસે તેમણે વર્કશાયર હેથવેના બોર્ડમાંથી પણ રાજીનામું આપ્યું હતું, જેને બિલ ગેટ્સના મિત્ર અને વિશ્વના સૌથી જાણીતા ઈન્વેસ્ટર વોરેન બફેટ ચલાવે છે. બિલ ગેટ્સે રાજીનામું આપ્યા પછી કહ્યું હતું કે તે સત્ય નડેલાના ટેક એડવાઈઝર તરીકે ચાલુ રહેશે.

કેટલીક મહિલાઓને ડેટ માટે ઓફર કરી ચૂકયા છે ગેટ્સઃ રિપોર્ટ
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બિલ ગેટ્સ પરિણીત હોવા છતાં કેટલીક મહિલાઓને ડેટ માટે ઓફર કરી ચૂકયા હતા. તેમાં માઈક્રોસોફટ તથા બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનમાં કામ કરનારી મહિલાઓ સામેલ છે. જોકે રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે તેમણે ક્યારેય કોઈ મહિલા પર દબાણ કર્યું નથી.

ગેટ્સે 2006માં પ્રેઝન્ટેશન જોયા પછી લીધો નિર્ણય
બિલ ગેટ્સે વર્ષ 2006માં માઈક્રોસોફટ કંપનીના એક કર્મચારીનું પ્રેઝન્ટેશન જોયા પછી આ નિર્ણય લીધો હતો. બિલે એ પછી મહિલાને ઈમેલ કર્યો હતો. એમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે તમે આ બાબતને લઈને કંઈક અજુગતું અનુભવતા હોવ તો કલ્પના કરજો કે આવું કંઈ જ બન્યું નથી. આ મહિલા પણ ગેટ્સની વાત સાંભળીને આગળ વધી અને બંનેની વચ્ચે પ્રોફેશનલ સંબંધ ચાલુ રહ્યા.

વર્ક ટ્રિપ દરમિયાન ગેટ્સે ડિનર પર આવવાની ઓફર મૂકી હતી
ન્યૂયોર્ક ટાઈમ્સ સાથેની વાતચીતમાં અન્ય એક મહિલાએ કહ્યું હતું કે હું બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનમાં કામ કરી ચૂકી છું અને જ્યારે અમે એક વર્ક ટ્રિપ માટે ન્યૂયોર્ક ગયાં હતાં ત્યારે ગેટ્સે મને કહ્યું હતું કે હું તમને કામ સિવાય પણ બહાર મળવા માગું છું. શું તમે મારી સાથે ડિનર પર આવશો?

કોઈપણ મહિલાને પ્રોફેશનલ લાઈફમાં મુશ્કેલી સર્જાઈ નથી
આ મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે તેમની વાત સાંભળીને થોડું અજુગતું લાગ્યું હતું. જોકે મેં આ વાતને હસવામાં કાઢી નથી અને વાત ભુલાઈ ગઈ. રિપોર્ટ મુજબ, એવા કોઈ પુરાવા નથી કે આ મહિલાઓએ તેમની ઓફર નકારી હોવાને કારણે તેમને કોઈપણ પ્રકારની પ્રોફેશનલ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય.

ગેટ્સના પ્રવક્તા બ્રિજિટ અર્નાેલ્ડે પોતાનો મત રજૂ કર્યો
બીજી તરફ, આ મામલામાં બિલ ગેટ્સના પ્રવક્તા બ્રિજિટ અર્નાેલ્ડે પોતાનો મત રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે એ ખૂબ જ ખરાબ વાત છે કે આ મામલામાં ઘણા પ્રકારની અફવા અને જુઠ્ઠી ચીજો મીડિયામાં ચાલી રહી છે. આ વાતો દિવસે-દિવસે વધી રહી છે. જે લોકોને આ પરિસ્થિતિને લઈને કઈ જ ખ્યાલ નથી, તેઓ આ મામલામાં સોર્સ બની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here