જાહેરાત : કેન્દ્ર સરકારે TET ક્વોલિફાઈંગ સર્ટિફિકેટની વેલિડિટી વધારી

0
7

કેન્દ્ર સરકારે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TET)નાં ક્વોલિફાઈંગ સર્ટિફિકેટઈ વેલિડિટી 7 વર્ષથી વધારીને લાઈફ ટાઈમ કરી છે. એટલે કે હવે એક વાર TET પાસ કર્યા પછી તેનું સર્ટિફિકેટ આજીવન માન્ય રહેશે. આ વિશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું, આ નિર્ણયથી ફિલ્ડમાં કરિયર બનાવવા ઈચ્છુક કેન્ડિડેટ્સ માટે રોજગારની તક વધારવાની દિશામાં એક સકારત્મક કદમ રહેશે.

સમય પૂરો થઈ ગયો હશે તેવા કેન્ડિડેટ્સને પણ મોકો મળશે
મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશને જણાવ્યું, જે કેન્ડિડેટ્સના સર્ટિફિકેટ પર સાત વર્ષનો સમય પૂરો થઈ ગયો છે, તેમને સંબંધિત રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રશાસન નવું TET સર્ટિફિકેટ આપશે. આની પહેલાં સર્ટિફિકેટની વેલિડિટી TET કર્યાની તારીખથી લઈને 7 વર્ષની હતી.

ટીચિંગ માટે TET જરૂરી છે
ટીચર એલિજિબિલિટી ટેસ્ટ સ્કૂલોમાં શિક્ષકની પોસ્ટમાં જરૂરી યોગ્યતામાંની એક છે. આની પહેલાં TET પાસ સર્ટિફિકેટની વેલિડિટીનો સમયગાળો 7 વર્ષ માટે હતો, પરંતુ કેન્ડિડેટ્સ પર સર્ટિફિકેટ પ્રાપ્ત કરવા માટે અટેમ્પટની સંખ્યા પર કોઈ પ્રતિબંધ નહોતો. આ ઉપરાંત પરીક્ષા પાસ કરી ચૂકેલા કેન્ડિડેટ્સ સ્કોરમાં સુધારા માટે ફરીથી પરીક્ષામાં આપી શકતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here