Wednesday, October 20, 2021
Homeગુજરાતખુલાસો : મહેસાણાથી પકડાયેલા 27 લાખના ચરસનું જમ્મુ-કાશ્મીર સાથે કનેક્શન

ખુલાસો : મહેસાણાથી પકડાયેલા 27 લાખના ચરસનું જમ્મુ-કાશ્મીર સાથે કનેક્શન

 

મહેસાણાના ફતેપુરા સર્કલ પાસેથી 10 દિવસ અગાઉ પકડાયેલા રૂ.27.56 લાખના ચરસ પ્રકરણમાં જમ્મુ-કાશ્મીર કનેક્શન નીકળ્યું છે. પકડાયેલા શખ્સોની પૂછપરછમાં જમ્મુના શખ્સે રાજસ્થાનમાં ચરસની ડિલિવરી આપી હતી. જ્યારે ડિલિવરી આપનાર શખ્સના સીમકાર્ડનું લોકેશન પઠાણકોટ આવે છે અને હાલમાં બંધ હોવાનું જણાયું છે. આમ, અફઘાનિસ્તાનથી વાયા પાકિસ્તાન થઈ જમ્મુ-કાશ્મીર થઈ સમગ્ર દેશમાં ચરસની ડિલિવરી કરાતી હોવાનું જણાય છે.

ફતેપુરા સર્કલ પાસેથી મહેસાણા શહેર ટ્રાફિક પોલીસે રૂ.27.56 લાખના 18 કિલો 375 ગ્રામ ચરસ સાથે મુંબઈના થાણેના 3 શખ્સોને ઝડપી એસઓજીને સોંપ્યા હતા. એસઓજીએ ડિલિવરી લેવાનો હતો તે મુંબઈના સૈયદ એઝાઝ ઈસ્માઈલ અબ્બાસને મુંબઈથી પકડી મહેસાણા લાવી રિમાન્ડ મેળવ્યા હતા. ચારેય આરોપીઓના મંગળવારે રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે ચારેય આરોપીને જિલ્લા જેલમાં મોકલી આપ્યા હતા.

પોલીસતપાસમાં સીમકાર્ડનું લોકેશન પઠાણકોટનું મળ્યું
ચારેય આરોપીની પૂછપરછમાં ચરસની ડિલિવરી જમ્મુના આસીકઅલી નામના શખ્સે રાજસ્થાનના કિશનગઢ નજીક આપી હતી. ચરસ આપનારના સીમકાર્ડની તપાસ કરાતાં તે સીમકાર્ડ જમ્મુના પ્રદિપ નામના શખ્સનું હોવાનું અને તેનું પઠાણકોટમાં લોકેશન મળ્યું હોવાનું એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું. એસઓજીની ટીમે ચરસની ડિલિવરી આપનાર શખ્સને ઝડપવા કિશનગઢ જઈ સેલઆઇડી મેળવ્યા હતા. આ સેલઆઇડી અને ચરસ સાથે પકડાયેલા આરોપીએ આપેલો નંબર ટાવરમાં કોમન નંબર જણાશે તો આરોપીની ઓળખ જલદી થઇ જવાની શક્યતા છે. ટૂંક સમયમાં પાંચમો આરોપી પકડાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments