અમદાવાદ: કાંકરિયામાં ડિસ્કવરી રાઇડની દુર્ઘટના બની છે, તેમાં સુપરસ્ટાર અમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું નામ સામે આવ્યું છે. આ કંપની પાસે આ અમ્યુઝમેન્ટ પાર્કની રાઇડના સંચાલનની જવાબદારી છે. જો કે આજ કંપનીને જલધારા વોટરપાર્કનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો પરંતુ રિવ્યૂ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ તેને હોલ્ડ પર રાખી દીધો છે. આ કંપનીના ભાજપ સાથેના સંબંધો પણ સામે આવતા વિવાદ વકર્યો છે.
સંચાલકના ભાઇ બીજેપી કાઉન્સિલર હતા
સુપરસ્ટારના સંચાલક ઘનશ્યામ પટેલના ભાઇ મહેન્દ્ર પટેલ ભાજપ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. તેઓ ભાઇપુરા વોર્ડમાંથી બીજેપી પક્ષ તરફથી કાઉન્સિલર હતા અને જલધારા વોટર પાર્ક સિવાય આ કંપની મીડિયા અને મનોરંજનના અન્ય વ્યવસાય સાથે પણ સંકળાયેલી છે. કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ ભાજપની બેદરકારીના લીધે આ ઘટના થઇ હોવાનુ જણાવ્યું હતું .
15 વર્ષથી કોન્ટ્રાક્ટ સુપરસ્ટાર પાસે
આ પાર્કનો કોન્ટ્રાક્ટ 2002થી સુપરસ્ટાર પાસે છે. 15 વર્ષ બાદ 2017માં કોન્ટ્રાક્ટ રિન્યૂ થયો ન હતો . આ કારણથી ડાયરેક્ટર ઘનશ્યામ પટેલને પ્લોટ ખાલી કરી દેવાયું હતું. ત્યારબાદ તેઓ રિન્યૂઅલ માટે હાઇકોર્ટ ગયા અને દલીલ કરી કે તેમણે પ્લોટ પર સારો એવો ખર્ચો કર્યો હોવાથી આ પ્લોટમાં તેમને વ્યવસાય કરવાની મંજૂરી મળે. તેના જવાબમાં કોર્પોરેશને કહ્યું કે તેમને સારી સુવિધા વાળો વોટરપાર્ક જોઇએ છે.
કોર્પોરેશનના જવાબ બાદ હાઇકોર્ટે કહ્યુ કે જમીન લીઝ અંગેનો કોર્પોરેશનનો નિર્ણય જ આખરી રહેશે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ ગયો તો નિર્ણય એજ રહ્યો અને તેથી કોર્પોરેશને 18 એપ્રિલ 2018ના જગ્યાનો કબજો લઇ લીધો હતો.
ઘનશ્યામ પટેલને ફેબ્રુઆરીમાં ટેન્ડર મળ્યું
એક વર્ષ બાદ કોર્પોરેશને વોટરપાર્ક માટે ઊંચા દરે ટેન્ડર બહાર પાડ્યું અને કુલ બે બીડર પૈકી એક કંપની સુપરસ્ટાર અમ્યુઝમેન્ટ હતી. ઊંચી બીડ સાથે ઘનશ્યામ પટેલને ફેબ્રુઆરીમાં ટેન્ડર મળ્યું હતું. આ જ કંપનીને પહેલા લીઝ ન મળી હોવા છતાં એએમસીની રિક્રિએશનલ કમિટીએ બે વર્ષનો કોન્ટ્રોક્ટ આપી દીધો હતો.
પ્રોજેક્ટ રિવ્યૂ માટે હોલ્ડ પર
આ પ્રોજેક્ટ જ્યારે સ્ટેન્ડિંગ કમિટી પાસે મંજૂરી માટે આવ્યો તો તેને રિવ્યૂ માટે હોલ્ડ પર રાખી દીધો હતો. આ સમયે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટે કહ્યું હતું કે, આ વિષય પર મેયર અને અન્ય મેમ્બર્સ સાથે ચર્ચા જરૂરી છે. આ એજ કોન્ટ્રાક્ટર છે જે અમને કોર્ટમાં લઇ ગયા હતા તેથી આ નિર્ણય પર રિવ્યૂ કરી રહ્યા છીએ. કોર્પોરેશને કોર્ટમાં એવી એફિડેવિટ પણ કરી હતી કે તેઓ પાર્કને ઇન્ટરનેશનલ કક્ષાનો બનાવશે. તેથી આ રિવ્યૂ કરવામાં આવશે કે શા માટે એજ કોન્ટ્રાક્ટરને ફરી આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો.
Array
ડિસ્કવરી રાઇડ દુર્ઘટના : રાઇડ સંચાલકના ભાજપ સાથે સંબંધો, વોટરપાર્કની લીઝ હજુ લટકેલી છે
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -