સુરતઃ ગત શનિવારના રોજ એના ગામથી ગંગાધરા જતા રસ્તા ખેતરની પાળ પરથી ડી- કમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી. જે ઘટનાના દિવસે જ લાશની ઓળખ થતાં સુરતના મૃતક રોહિત બોરડ સાથે છેલ્લા પાંચ છ મહિનાથી લિવ ઇન રીલેશનમાં રહેતી જાનવી મીઠાપરાએ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથકમાં રોહિતની પત્ની જયશ્રી ઉર્ફે પાયલ તેમજ અન્ય બે ઈસમો સામે રોહિતને અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો હતો અને લાશને રફેદફે કરવાની શંકાના આધારે ફરિયાદ કરી હતી. ત્યારબાદ કડોદરા પોલીસે રોહિતની પત્ની જયશ્રીને દબોચી કડકાઈપૂર્વક પૂછપરછ કરતાં તેણીએ સમગ્ર ગુનો કબૂલ્યો હતો. વધુ તપાસ માટે કડોદરા પોલીસે પલસાણા કોર્ટમાં જયશ્રીને રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.
પત્નીએ માથે ઉભા રહી હત્યા કરાઈ
ગત શનિવારના રોજ એના ગામથી ગંગાધરા જતા રસ્તાની બાજુમાં ખેતર નજીક પાળ પરથી 30થી 35 વર્ષના યુવાનની ડી-કમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં પલસાણા પોલસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતક રોહિત બોરડ ગત શનિવારના રોજ પલસાણા પોલીસ મથકમાં રોહિતની સાથે લિવ ઇન રીલેશનમાં રહેતી જાનવીએ રોહિતની પત્ની જયશ્રી તેમજ અન્ય બે ઈસમો વિરુદ્ધ રોહિતને અપહરણ કરી મોતને ઘાટ ઉતારી લાશને સગેવગે કરવાનો આક્ષેપ સાથે ફરિયાદ કરી હતી. તેમજ પહેલી જુનના રોજ જાનવીએ કડોદરા પોલીસ મથકમાં રોહિતના ગુમ થયા હોવાની ફરિયાદ પણ કરી હતી. કડોદરા પોલીસે ફરિયાદીના આક્ષેપ મુજબ અને મૃતક તેમજ તેની પત્ની જયશ્રી ઉર્ફે પાયલના મોબાઈલ લોકેશનના આધારે પાયલને તેના નિવાસ સ્થાનેથી દબોચી કડકકાઈપૂર્વક પૂછપરછ કરી હતી. જેમાં જયશ્રીએ જ પોતાના પતિ રોહિતની હત્યા કરાવી હોવાનો ગુનો કબુલ્યો હતો.
લલના પાસે ફોન કરી પતિને બોલાવ્યો હતો
જયશ્રીએ પોલીસને જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે તેની સાથે દેહ વ્યાપારના ધંધામાં સંકળાયેલી જ્યોતિ નામની યુવતીનો સહારો લીધો હતો. ઘટનાના દિવસે જયશ્રીના ઈશારે જ્યોતિએ રોહિતને ફોન પર વોટ્સએપ મેસેજ કરી તેને કડોદરા બોલાવ્યો હતો. રોહિત અને જ્યોતિ બુલેટ(GJ- 05 NP- 3907) પર બેસી પલસાણા તરફ જવા નીકળ્યા હતાં. જે અરસામાં જ્યોતિ અને રોહિત ચલથાણ ગામે ને.હા. 48 પર સંજીવની હોસ્પિટલની બાજુમાં મોસમ મોટર્સ પાસે વાતો કરવા ઉભા રહ્યા હતા. તે જ અરસામાં યોજના પૂર્વક રોહિતની પત્ની જયશ્રી તેમજ અન્ય બે ઈસમો સેરવોલેટ બિટ્સ કાર (GJ -05 JM -5954) આવ્યા હતા. ઊભા રહેલા રોહિત સાથે જયશ્રી સાથે આવેલા બે ઈસમોએ ઝપાઝપી કરી માથાના ભાગે સળિયાનો ઘા મારી હત્યા કરી હતી. ત્યારબાદ જયશ્રી અને તેના સાગરીતોએ રોહિતના લાશને ઠેકાણે પાડવા માટે અહીંથી ત્યાં ભટકી રહ્યા હતા. જે દરમિયાન એના ગામની સીમમાં એનાથી ગંગાધરા જતા રસ્તા પર અવાવરું જગ્યામાં ખેતરની બાજુમાં પાણીમાં રોહિતની લાશ નાંખી ભાગી છૂટ્યા હતા. જયશ્રીએ કબૂલતાં કડોદરા પોલીસે જ્યોતિને પલસાણા કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
પોલીસે જ્યોતિને વોન્ટેડ જાહેર કરી
સમગ્ર ઘટના ક્રમમાં જયશ્રી સાથે રોહિતની હત્યા કરવાના અક્ષય નામનો ઈસમ તેમજ અન્ય બે અજાણ્યા ઈસમો હતા. જયશ્રી સાથે દેહવ્યાપાર કરતી જ્યોતિને પોલીસે વોન્ટેડ જાહેર ર્ક્યા છે. તેમજ હત્યાના ગુનામાં વપરાયેલ બિટીઝ કાર તેમજ રોહિતના બુલેટની ભાળ હજુ મળી નથી.