ચર્ચા :​​​​​​​ સુરતમાં ટેકસટાઇલ ઉદ્યોગને ટકાવી રાખવા માટે કોમન ફેસિલિટી ઉભી કરી

0
2

સુરતમાં ઉદ્યોગને દરરોજ આશરે 600 એમએલડી પાણીની જરૂરિયાત છે. ઉદ્યોગની જરૂરિયાતને પહોંચી વળવા માટે હાલ ગ્રાઉન્ડ વોટર અને નદીનું પાણી મહત્વના સોર્સ છે. હાલ પાણીની જરૂરિયાત ડાઇંગ મિલો અને વોટરજેટ લૂમ્સને પડી રહી છે. આથી ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીને પાણીની અછત નહીં વર્તાય તે માટે વેસ્ટ વોટરને રિસાયકલ કરી તેનો ઉપયોગ કરવાની દિશામાં વિચારવું પડશે. સીઇટીપી બાદ રિસાયકલીંગ એન્ડ ઝીરો લીકવીડ ડિસ્ચાર્જ જેવા વિકલ્પો અંગે વિચારવુ જોઈએ. રિસાયકલીંગમાં ટર્ટરી, અલ્ટ્રા ફિલ્ટ્રેશન અને આરઓ અંગે ચર્ચા કરી ઉકેલ આવવો જોઈએ. જ્યારે ઝીરો લીકવીડ ડિસ્ચાર્જમાં તેમણે સોલર ડ્રાઇંગ, મિકેનિકલ ડ્રાઇંગ અને મરીન આઉટફલો દિશામાં આગળ વધવાની આવશ્યકતા છે.

પાણીને રિસાયકલ કરવું પડશે
ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા કુણાલ શાહે જણાવ્યું હતું કે, ટેકસટાઇલ ઉદ્યોગે રસ લઇને પાણીને રિસાયકલ કરવું પડશે. ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પ્રોસેસિંગ યુનિટ બાદ હવે વોટરજેટ લૂમ્સ એરિયામાં પાણીની જરૂરિયાત ઉભી થતી જાય છે. ઇન્ડસ્ટ્રીમાંથી આશરે 33 ટકા પાણી એવું નીકળતું હોય છે કે જે રિસાયકલ થઇ શકે તેમ હોતું નથી અને તેને બાષ્પીભવન કરવાની જરૂર હોય છે. વોટરજેટમાંથી નીકળતું પાણી ડાઇંગ હાઉસમાં ઉપયોગ થઇ શકે છે અને ત્યારબાદ આ પાણી કોમન એફલુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ થાય છે. હાલ પાંડેસરામાં મહાનગરપાલિકા દ્વારા પાણી સપ્લાય કરવામાં આવે છે. સચીનમાં ઇરીગેશન અથવા જીઆઇડીસી પાણી આપે છે. જ્યારે કડોદરામાં બોરીંગ વોટર દ્વારા ઇન્ડસ્ટ્રી સર્વાઇવ કરી રહી છે. પરંતુ ભવિષ્યમાં ગ્રાઉન્ડ વોટર નહીં રહે અને ડાયરેકટ પાણી વાપરી શકાશે નહીં ત્યારે મુશ્કેલી નહીં સર્જાય તે બાબતને અત્યારથી જ ધ્યાને લેવાની રહેશે.

બોરીંગથી પાણીની ક્વોલિટી ઘટી
લોકો જમીનમાંથી બોરીંગ દ્વારા વધારે માત્રામાં પાણી બહાર કાઢે છે અને તેને કારણે પાણીની કવોલિટી ઘટી રહી છે. આગામી વર્ષોમાં ઉદ્યોગે ટકી રહેવા માટે પાણીને રિસાયકલ કરવું પડશે. એના માટે ઉદ્યોગ જગતે રસ લઇને પાણીના રિસાયકલ ઉપર ફોકસ કરવું પડશે અને કોમન ફેસિલિટી ઉભી કરવા યોગ્ય ડિઝાઇન બનાવવી પડશે. તેમણે કહયું કે, ઘણા બધા કોમન એફલુઅન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ ડિઝાઇન થયેલા હશે પણ ભવિષ્યમાં સીઇટીપીમાં ટીડીએસ વિગેરે કેવો આવશે તે બાબતોનો વિગતવાર અને ઉંડાણપૂર્વક અભ્યાસ કરવાની જરૂરિયાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here