Wednesday, September 29, 2021
Homeટોપ ન્યૂઝવિશ્વમાં ચર્ચા : ખેલાડીઓની સાથે ઓરિસ્સા સરકાર પણ હીરો

વિશ્વમાં ચર્ચા : ખેલાડીઓની સાથે ઓરિસ્સા સરકાર પણ હીરો

ભારતીય હોકી ટીમે 41 વર્ષ પછી ઓલિમ્પિકમાં દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. ટીમ ઈન્ડિયાએ બ્રોન્ઝ મેડલ મેચમાં જર્મનીને 5-4થી હરાવી દીધી. સમગ્ર દેશ જ નહિં પરંતુ વિશ્વમાં ભારતીય હોકી ટીમની ચર્ચા 1980 પછી એટલે કે 4 દશકા પછી એક વખત ફરી થઈ છે. ટીમની જીત પછી હાલ ઓરિસ્સાની ચર્ચા પણ આજે લોકો કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ઓરિસ્સાએ ટીમની સ્પોન્સર કરવા ઉપરાંત તેને મેદાન, રમત માટે જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં પણ મહત્ત્વનો ફાળો આપ્યો છે.

ઓરિસ્સાના સ્પોર્ટ્સ મિનિસ્ટર તુષાર ક્રાતિ બહેરા કહે છે કે 2018માં અમે ભારતીય હોકી ટીમને સ્પોન્સર કરવાની જવાબદારી લીધી. આ પહેલા તેને સહારા સ્પોન્સર કરતુ હતું. અમે હોકીની અગ્રણી સંસ્થાને કહ્યું કે તમે બસ માત્ર ખેલાડીઓને ટ્રેનિંગ આપો. અમે નાણાંકીય મદદ કરીશું. આ સિવાય રમતમાં આડે આવતી પ્રશાસનિક અને લોજિસ્ટિક અડચણોને પણ દૂર કરીશું.

1980 સુધી આપણે હોકીના કિંગ હતા
ઓરિસ્સાના સ્પોર્ટ્સ સેક્રેટરી વિનિલ કૃષ્ણા કહે છે કે હોકી ભારતની રમત છે. 1980 સુધી આપણે તેના બાદશાહ હતા. હોકી ભારતના લોહીમાં છે, તે આપણા મુખ્યમંત્રીને ખ્યાલ હતો. ખાસ કરીને ઓરિસ્સામાં હોકીનું ચલણ ખુબ જ વધારે છે. આ માટે અમે બજેટ સિવાય ભારતની અગ્રણી હોકી સંસ્થા હોકી ઈન્ડિયાના ચીફ નરેન્દ્ર ધ્રુવ બત્રા સાથે વાત કરીને હોકી માટે જરૂરી તમામ સંસાધનો અને તે તમામ લોજિસ્ટિક્સની અછત પર વાત કરી જે રમતમાં આડે આવે છે.

કારણ કે મોટાભાગની સંસ્થાઓ પ્રશાસનિક, ચેક ક્લીયરન્સ અને ટીમને રમવા માટે લીલી ઝંડી આપનારી સંસ્થાઓ સાથે સંઘર્ષ કરતી રહે છે. આ તમામ કામ સરકારે પોતાના હાથમાં લઈ લીધું. આ સિવાય ખેલાડીઓને શું જરૂરિયાત છે, તેની પર પણ વિસ્તારથી વાત કરી. કારણ કે જ્યારે આપણે કોઈ રમતને આગળ વધારવાની વાત કરીએ છીએ તો બજેટ કરતા પણ વધુ જરૂરી વાત ખેલાડીઓની જરૂરિયાતોને સમજવાની છે. અમે તે કર્યું.

સ્પોર્ટ્સ સેક્રેટરી કૃષ્ણાએ જણાવ્યું કે લગભગ 3 વર્ષ સુધી ભુવનેશ્વરને સુવિધા સમ્પન્ન હોટલમાં ખેલાડીઓને રાખવામાં આવ્યા છે. તે પાછળનો તર્ક એ હતો કે ખેલાડીઓની પર્સનલ લાઈફ સ્ટાઈલ જો હેલ્ધી હશે તો તે પરફોર્મ સારુ કરશે. સુવા-જાગવા અને ખાવા-પીવાની અસર ખેલ પર સ્પષ્ટ દેખાય છે. આ સિવાય ડાઈટ અને તેમની સુવિધા પર પણ ભાર મુકવામાં આવ્યો છે.

કૃષ્ણાને જ્યારે પુછવામાં આવ્યું કે શું આ બધુ સ્પોન્સરશીપના કરાર સાથે જોડાયેલુ હતું. શું આ તમામ ખર્ચ સ્પોન્સરશીપની કુલ ખર્ચની રકમનો હિસ્સો હતો? તે કહે છે- બિલકુલ નહિ, આ બધુ સ્પોન્સરશીપની રકમથી અલગ હતું. તેમાં કરોડોનો ખર્ચો હતો. અમે પહેલા જ કહ્યું કે અમે એ ટીમને જીવતી કરવાની કોશિશ કરી રહ્યાં હતા, જેણે લગભગ 5 દાયકા પહેલા જીવ ગુમાવ્યો હતો.

કૃષ્ણા કહે છે અમે માત્ર સ્પોન્સરશીપની રકમ માટે ચેક ફાડીને પોતાનો ઉદેશય સાધવા માંગતા ન હતા. સ્પોન્સરની રકમ 150 કરોડ રૂપિયા હતી. મુખ્યમંત્રી નવીન પટનાયકે સ્પષ્ટ કહ્યું હતું કે સ્પોન્સરશીપ લેવાનો અર્થ માત્ર એ થતો નથી કે ચેક ફાડીને આપવો. ખેલાડી બનાવવા માટે પોતાનો સમય આપવો પડે છે. અમે એ કર્યું. હોકી ઈન્ડિયાના ચીફ નરેન્દ્ર બત્રા જીની સાથે સતત સંપર્કમાં રહેવા અને અપડેટ લેવાની સાથે અડચણ અને મુશ્કેલીને દુર કરવાની જવાબદારી અમારી હતી. રમત માટે તેમને હોકીનું સ્ટેડિયમ ઉપલબ્ધ કરાવવાનું, તે દરમિયાન બધા ખર્ચ ઉઠાવવાની જવાબદારી અમારી હતી.

નવીન પટનાયક પોતે પણ હોકી ખેલાડી, કહ્યું હતું- માત્ર પૈસા આપવા તે રમતને જીવતી કરવા માટે પુરતુ નથી
ઓરિસ્સાના સ્પોર્ટ્સ સેક્રેટરી કૃષ્ણાએ કહ્યું કે હોકી ટીમની સ્પોન્સરશીપ લેવા પાછળનો રોચક કિસ્સો છે. જ્યારે અમને ખ્યાલ આવ્યો કે હવે સહારા હોકીને સ્પોન્સર નહિ કરી શકે તો નવીન પટનાયકજીએ ખેલ મંત્રી અને સંબંધિત સ્ટાફને બોલાવીને ચર્ચા કરી. પુછ્યું શું આપણે હોકીની જવાબદારી લેવી જોઈએ?

અમે બધા જાણતા હતા કે હોકી પટનાયકજીની પસંદગીની રમત છે. દૂન સ્કુલમાં તે પોતે પણ હોકી રમતા હતા. તેઓ એક સારા ગોલીકીપર હતા. તેમણે કહ્યું કે ભારતીય ટીમની સ્પોન્સરશીપ માટે હા કહેતા પહેલા એ જરૂર વિચારવાનું હતું કે માત્ર ચેક ફાડીને આપવાથી કોઈ રમત જીવતી ન થઈ શકે. ખેલાડીઓની સાથે ટીમની મહેનત પણ એટલી જ જરૂરી છે. જે પડદા પાછળ હોય છે. અભ્યાસ કરનારી ટીમ અને કોચ સિવાય આપણે પણ તેમાં મહેનત કરવી પડશે.

2023માં વર્લ્ડકપ હોસ્ટ કરવા પણ તૈયાર
વર્લ્ડ કપ-2018, ચેમ્પિયન્સ ટ્રોફી-2014, હોકી વર્લ્ડ લીગ ફાઈનલ-2017 અને હવે 2023માં મેન્સ હોકી વર્લ્ડ કપને પણ ઓડિશા હોસ્ટ કરશે. તેની મેચ રાઉરકેલામાં રમાશે.

છેલ્લા 5 વર્ષમાં રમત માટે શું પ્રયત્નો કરવામાં આવ્યા, શું છે ફ્યુચર પ્લાન?

  • 20 સ્પોર્ટ્સ હોસ્ટેલ બનીને તૈયાર થઈ ગઈ છે. જ્યાં ખેલાડીઓના રહેવાની અને ખાવાની વ્યવસ્થા છે. અહીંની લાઈફ સ્ટાઈલ ખેલાડીઓને હિસાબથી રાખવામાં આવી છે. અહીં સ્ટેડિયમ, કોચ અને એક્સરસાઈઝની વ્યવસ્થા બિલકુલ અનુકુળ છે.
  • હોકીના 10 સેન્ટર અલગથી બનાવવામાં આવ્યા છે. જ્યાં નાના બાળકોને શરૂઆતથી જ હોકી રમવાનું શીખવાડવામાં આવી રહ્યું.
  • 2018માં ટાટ ગ્રુપની સાથે મળીને રાજ્ય સરકારે કલિંગમાં હોકી હાઈ પરફોર્મન્સ સેન્ટર પણ બનાવ્યું. અહીં 25000 યુવા ખેલાડીઓને અત્યાર સુધી પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.
  • રાજ્યે માર્ચમાં 350 કરોડથી વધુ સ્ટેટ લેવલ સ્પોર્ટ ડેવલોપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ પાસ કર્યા. આ અંતર્ગત સ્ટેડિયમ અને હોકી સ્કુલ બનશે.
  • રાઉરકેલામાં 20,000ની ક્ષમતા વાળું ઈન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ બનીને 2023 સુધીમાં તૈયાર થઈ જશે. આ દેશનું સૌથી મોટુ સ્ટેડિયમ હશે.
  • ભુવનેશ્વરમાં પણ ક્લિંગ સ્ટેડિય મ બનીને તૈયાર થઈ રહ્યું છે. બીજી 20 હોકી સ્કુલ બનીને તૈયાર થઈ રહી છે.
  • મોટાભાગની જગ્યાએ 14-15 વર્ષ પછી જ બાળકો રમત તરફ જાય છે. જોકે આ સ્કુલોમાં 3-4 વર્ષના બાળકોથી લઈને કિશોરોને કોચ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સ્કુલોમાં રમતને જરૂરી કરવાનો પ્રસ્તાવ પણ પાસ
સ્પોર્ટ્સ મિનિસ્ટર તુષાર ક્રાંતિ બહેરાએ જણાવ્યું કે બાળકોને રમત પ્રત્યે આકર્ષવા એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આ અંતર્ગત દરેક સ્કુલમાં રમતને પણ અન્ય વિષયોની જેમ જરૂરી કરવામાં આવશે. આ વાત પણ બજેટ એલોકેશન સુધી સિમિત નહિ રહે. અમે આ બાબતે પણ દેખરેખ રાખીશુ અને અડચણને દૂર કરવાની જવાબદારી પણ ઉઠાવીશું.

ઓરિસ્સાએ જ આપ્યો છે હાલની મહિલા અને પુરુષ ટીમનો વાઈસ કેપ્ટન
હાલની પુરુષ હોકી ટીમનો વાઈસ કેપ્ટન બીરેંદ્ર લાકર છે. તે મૂળ ઓરિસ્સાના સુંદરગઢ જિલ્લાના લચચદા ગામના છે. બીરેંદ્ર ઓરાંવ આદિવાસી સમુદાયના છે. જ્યારે મહિલા હોકી ટીમની વાઈસ કેપ્ટન દીપ ગ્રેસ ઈક્કા પણ ઓરિસ્સાના સુંદરગઢ જિલ્લાના છે. દીપ પણ આદિવાસી સમુદાયમાંથી આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments