ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે ગોરધન ઝડફીયા, શંકર ચૌધરી અને પ્રફુલ પટેલના નામની ચર્ચા, બેઠકોનો દોર શરૂ થયો

0
5

ગાંધીનગર. ગુજરાત ભાજપના નવા પ્રમુખ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ગોરધન ઝડફીયા, પ્રફુલ પટેલ અને શંકર ચૌધરીના નામ ચાલી રહ્યા હોવાનું ભાજપના આગેવાનો જણાવી રહ્યા છે.

જીતુ વાઘાણીને પ્રદેશ પ્રમુખ તરીકને ટર્મ પૂરી

ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે જીતુ વઘાણીની મુદ્દત પૂરી થઈ ગઈ છે. તે સંજોગોમાં નવા પ્રમુખની શોધ ચાલી રહી હતી. જેમાં એવા તારણ સાથે નામો શોધવામાં આવ્યા કે, ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્રનો દબદબો રહ્યો છે. ત્યારે હવે ઉત્તર અને મધ્ય ગુજરાતના આગેવાનને તક આપવામાં આવે, તેમાં પણ સંગઠનમાં કામ કરી રહેલા એવા ગોરધન ઝડફીયાનું નામ મોખરે છે, આની સાથે ઉત્તર ગુજરાતના પ્રફુલ પટેલ અને શંકર ચૌધરીને પણ પ્રમુખ તરીકે બેસાડવામાં આવે તેવી શક્યતા છે.

સંગઠન અને રાજ્ય મંત્રીમંડળમાં ફેરફારો થશે

કોરોનાના કારણે ભાજપ પ્રમુખની નિમણૂક અટકી પડી હતી. ત્યારે હવે આ નિમણૂક અંગે વિચારણા શરૂ થઇ ચૂકી છે. તેવામાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘાણીની મુદ્દત પૂરી થઈ ગઈ છે. જેથી નવા પ્રમુખથી માંડીને આખા સંગઠન સહિત રાજ્યના મંત્રી મંડળમાં ફેરફાર કરવાની દિશામાં પ્રક્રિયા શરૂ થઈ રહી છે.