Thursday, September 23, 2021
Homeસંજય લીલા ભણશાલી અને સલમાન વચ્ચે કડવાશ ઊદભવી હોવાની ચર્ચા
Array

સંજય લીલા ભણશાલી અને સલમાન વચ્ચે કડવાશ ઊદભવી હોવાની ચર્ચા

સંજય લીલા ભણશાલીનો ડ્રીમ પ્રોજેક્ટ ઇન્શાલ્લામાં સલમાન ખાન મુખ્ય રોલમાં હોવાની ઘોષણા કરી હતી. લાંબા સમય પછી દિગ્દર્શક અભિનેતા સાથે કામ કરશે તે જાણીને દર્શકો ખુશ થઇ ગયા હતા. પરંતુ અચાનક સલમાન ખાન આ ફિલ્મમાંથી નીકળી ગયો હતો. હવે આ ફિલ્મને લઇને નવી અપડેટ આવી છે.

સૂત્રની વાત સાચી માનીએ તો, સંજય લીલા ભણશાલીએ હવે ફરીથી ઇન્શાલ્લાહ પર કામ શરૂ કરવાનું વિચાર્યું છે. તે આ ફિલ્મમાં એક નવી જોડીને લાવવા માંગે છે. આ ફિલ્મની વાર્તા એક યુવાન યુવતી અને તેના કરતા અધિક વયના યુવક સાથેના પ્રેમ પર આધારિત છે. તેખી હવે તે સલમાનના સ્થાને હૃતિક રોશનને લેવા માંગે છે. હૃતિકને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી છે. જો આમ થશે તો હૃતિક અને આલિયાની જોડી પ્રથમ વખત જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, સંજય લીલા ભણશાલી અને સલમાન વચ્ચે કડવાશ ઊદભવી હોવાની ચર્ચા થઇ હતી. ત્યાર પછી સલમાન આ ફિલ્મમાંથી નીકળી ગયો હતો.આ પછી ભણશાલીએ આ ફિલ્મ પડતી મુકીને આલિયા ભટ્ટ સાથેની ગંગુબાઇ કાઠિયાવાડી ફિલ્મ પર કામ શરૂ કરી દીધું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments