Saturday, September 18, 2021
Homeગુજરાતસુરતમાં ગૌરી ગણેશનું ઢોલ નગારાના નાદ સાથે વિસર્જન

સુરતમાં ગૌરી ગણેશનું ઢોલ નગારાના નાદ સાથે વિસર્જન

સુરત શહેરની અંદર ગૌરી વિસર્જન નિમિત્તે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી રહી છે. સુરતના અલગ-અલગ વિસ્તારોમાં સવારથી જ ગણેશ વિસર્જનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સુરત શહેરના આઠે આઠ ઝોનની અંદર કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જ્યાં ભક્તિભાવ અને અગલે બરસ જલ્દી આનાના નાદ સાથે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

લોકોએ ઝરમર વરસતા વરસાદમાં વિસર્જન કર્યું હતું.
લોકોએ ઝરમર વરસતા વરસાદમાં વિસર્જન કર્યું હતું.

બાપાને વિદાય અપાઈ
પાલિકા દ્વારા તમામ કૃત્રિમ તળાવો પર ઉપર ફાયર જવાનોનો ગોઠવી દેવામાં આવ્યા છે. જેથી કરીને વિસર્જન દરમિયાન કોઈપણ પ્રકારે અન્ય મુશ્કેલીઓ ઊભી ન થાય. સવારથી જ અલગ-અલગ વિસ્તારોની અંદર દુંદાળા દેવ ગણેશજીની વિસર્જનની પ્રક્રિયા શરૂ થઇ હતી. ભાવ-ભક્તિથી સ્થાપના કર્યા બાદ આજે ભક્તોએ પૂજા અર્ચના કરીને બાપાને રંગેચંગે વિદાય આપી હતી.

ભાવપૂર્વક લોકોએ વિસર્જન કૃત્રિમ તળાવમાં કર્યું હતું.
ભાવપૂર્વક લોકોએ વિસર્જન કૃત્રિમ તળાવમાં કર્યું હતું.

આઠ સ્થળોએ કૃત્રિમ તળાવ બન્યા
શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં પ્રતિમાના વિસર્જન માટે કુત્રિમ તળાવ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ ધાર્મિક ઉત્સવમાં દોઢ દિવસે વિસર્જન અને ગૌરી વિસર્જનનો પણ મહિમા હોય છે. જેથી સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા આવા દિવસો માટે આઠ સ્થળોએ કુત્રિમ તળાવ તૈયાર રાખવામાં આવ્યાં છે.

પાલિકા દ્વારા અલગ અલગ ઝોનમાં વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે
પાલિકા દ્વારા અલગ અલગ ઝોનમાં વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે

કૃત્રિમ તળાવના સરનામાં

ડુમસ, કાંડી ફળિયા

ડક્કા ઓવારા, ગાંધી બાગ પાસે

જૂની સબ જેલ પ્લોટમાં, રીંગ રોડ

પાલ RTO પાસે

સરથાણા V. T. સર્કલ નજીક

સિંગણપોર કોઝ વે નજીક

નવાગામ ડિંડોલી CNG પમ્પથી નંદનવન રો હાઉસ જતા રોડ પર.

સચિન સુડા સેક્ટર પ્લોટ નં. ૩, શ્રી હરી કોમ્પલેક્ષ સામે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments