Saturday, April 20, 2024
Homeભરૂચ : પટેલ વેલ્ફર હોસ્પીટલ અને ટ્રસ્ટ દ્રારા ૧૮૦૦૦ અનાજ કીટનું વિતરણ,...
Array

ભરૂચ : પટેલ વેલ્ફર હોસ્પીટલ અને ટ્રસ્ટ દ્રારા ૧૮૦૦૦ અનાજ કીટનું વિતરણ, ઈશા ફાઉન્ડેશન યુ.કે. દ્રારા ૬૦ લાખ રૂપિયાનું દાન.

- Advertisement -
ભરૂચ જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમા જરૂરીયાતમંદોની વહારે આવી સોશ્યલ ડીસ્ટન્ટ અને સરકારના દિશા નિર્દેશોના ચુસ્ત પાલન સાથે  “ખીદમતે ખલ્ક”ના ઉદ્દેશથી સ્થપાયેલ અને કોઈ પણ જાતના ભેદભાવ વગર માનવ સેવાના કાર્યોને અંજામ આપવા માટે જાણીતી સંસ્થા પટેલ વેલ્ફેર હોસ્પીટલ અને ટ્રસ્ટ દ્રારા ૧૮૦૦૦ જેટલી અનાજની કીટનુ વિતરણ કરી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ.
કોરોના વાઈરસના સંક્રમણને રોકવા સરકાર દ્રારા લોકડાઉન જાહેર કરાતા ધંધા રોજગાર સંપૂર્ણ ઠપ થઈ જતા રોજ કમાય ને રોજ ખાતા નાના ધંધાદારી તેમ જ શ્રમિકોને આર્થીક રીતે પડી ભાગતા કપરી પરીસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આવી વિકટ પરીસ્થિતિમા  જ્યારે દેશમા  વિવિધ સામાજીક સંસ્થોઓ જરૂરતમંદોની મદદ માટે આગળ આવી રહી છે જરૂરીયાતમંદોને આવશ્યક ચીજ વસ્તુઓ,ભોજન અને અનાજ કીટનુ વિતરણ કરી રહી છે. ત્યારે આવી  કપરી પરીસ્થિતિમા “ખીદમતે ખલ્ક” ના સુત્રથી સ્થપાયેલ અને વર્તમાન તેમ જ ભવિષ્યમા પણ એ સુત્ર સાથે જ લોક સેવાના કાર્યોને અંજામ આપવા તત્પર એવી “ભરૂચ વેલ્ફેર હોસ્પીટલ અને ટ્રસ્ટ દ્રારા  કોઈ પણ જાતના ભેદભાવ વગર ભરૂચ જિલ્લાના જરૂરીયાતમંદોની જરૂરીયાતોને પૂર્ણ કરવાની કવાયત હાથ ધરવામા આવી અને કવાયત જરૂરીયાતમંદો માટે આસરાનો વડલો સાબીત થઈ.
વિઝન & બાઈટ
લોક ડાઉનમા ભરૂચ પટેલ વેલ્ફેર  જરૂરતમંદોની વહારે આવી  શેહરી વિસ્તારમા ૩૦૦૦ અને જિલ્લાના ગ્રામ્ય
વિસ્તારો  મા ૧૫૦૦૦ અનાજની કીટોનુ વિતરણ કરવામા આવ્યુ હતુ ભરૂચ પટેલ વેલ્ફે હોસ્પીટલ અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ભરૂચ,અંક્લેશ્વર,જંબુસર,આમોદ,વાગરા,ઝઘડીયા વગેરે તાલુકાના જરૂરીયાતમંદો સુધી કુલ ૧૮૦૦૦ જેટલી અનાજની કીટ પોહચાડવામા આવી હતી.
 
ઉલ્લેખનીય છે કે ભરૂચ પટેલ વેલ્ફર અને ટ્રસ્ટ દ્રારા  લોક ડાઉન દરમિયાન કરવામા આવેલ માનવાતાને મેહકાવતા આ બહુમુલ્ય કાર્યમા સૌથી મહત્વપૂર્ણ યોગદાન “ઈશા ફાઉન્ડેશન” યુ.કે.નુ રહ્યુ ઈશા ફાઉન્ડેશન દ્રારા ૬૦ લાખ રૂપીયાનુ દાન આપવામા આવ્યુ અને બીજા સખીદાતાઓ  અને ટ્રસ્ટ દ્રારા ૧ કરોડ જેટલા રૂપીયાની અનાજની કીટ આ લોકડાઉન દરમિયાન જરૂરતમંદો સુધી પોહચાડવામા આવી હતી.
રીપોર્ટર : મલેક યસદાની, CN24NEWS, ઝઘડીયા, ભરૂચ.
RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular