દહેગામ : તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકા પંચાયતના કર્મચારીઓને ઉકાળા નું વિતરણ, માસ્ક પહેરાવીને લોકડાઉન વિષે આપી વિસ્તૃત માહિતી, આરોગ્યસેતુ એપ્લિકેશનની આપી જાણકારી

0
167

દહેગામ : તાલુકા વિકાસ અધિકારી દ્વારા પંચાયતના કર્મચારીઓને ઉકાળા નું વિતરણ, તમામ કર્મચારીઓને માસ્ક પહેરાવીને લોકડાઉન વિષે અપાઈ વિસ્તૃત માહિતી, આરોગ્યસેતુ એપ્લિકેશનની આપી જાણકારી.

 

 

દહેગામ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની પ્રસંશનીય કામગીરી
ગામડાઓમાં જઇને લોકોને પરિસ્થિતિને આધીન રહેવા સુચના આપી
ટીડીયો તાલુકા પંચાયતના કર્મચારીઓ ને આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કર્યું

 

 

ગાંધીનગર : દહેગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી શ્રી આર. એન. રાજપૂતે હાલ માં અમદાવાદ થી આવીને દહેગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવી રહ્યા છે. દહેગામ તાલુકામાં કોરોનાની હાલની પરિસ્થિતિમાં ખુદ મહિલા કર્મચારી હોવા છતાં એક સારી અને પ્રસંશનીય કામગીરી બજાવી રહ્યા છે અને તેમના સ્ટાફ સાથે દહેગામ તાલુકામાં બનતા બનાવો માટે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને લોકોને પરિસ્થિતિ ને આધીન કામગીરી કરી રહ્યા છે.

 

 

ત્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે સર્વ કર્મચારીઓની રોગ પ્રતિકારક શક્તિ વધે તેના માટે આર્યુવેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું અને તમામ કર્મચારીઓને માસ્ક આપીને પરિસ્થિતિને આધીન રહેવા વિસ્તૃત માહિતી આપી હતી.જન સેવા એ પ્રભુ સેવા ના સૂત્ર સાથે આ તાલુકા વિકાસ અધિકારી કોરોનાની હાડમારી વચ્ચે પણ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખુબજ પ્રસંશનીય સેવા આપી રહ્યા છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here